અમરેલી

બેંકિંગ સેવાઓમાં નાના કાર્યો માટે પણ ‘હોમ બ્રાન્ચ’ના ધક્કા ખવડાવતી અન્યાયી નીતિ સામે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા RBI અને SBI સમક્ષ ઉગ્ર રજૂઆત

આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે દેશભરમાં નાગરિકોને ઘરબેઠા તમામ સુવિધાઓ મળવાના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ બેંકિંગ ક્ષેત્રે પ્રવર્તતી જૂનવાણી અને જટિલ પ્રક્રિયાઓ સામાન્ય જનતા માટે મુશ્કેલીરૂપ બની રહી છે. તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની વડીયા શાખા ખાતે એક ગ્રાહક પોતાના બેંક ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા ગયા ત્યારે બેંક સ્ટાફ દ્વારા “હોમ બ્રાન્ચ (રાજકોટ) જાવ” કહીને કામ કરવાનો સાફ ઈનકાર કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

​આ બાબતે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા ગ્રાહકોના અધિકારો અને ન્યાયી માંગને અગ્નિસ્થાન આપીને દેશની સર્વોચ્ચ બેંક RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) તેમજ SBI ના ચેરમેન/ડાયરેક્ટર સમક્ષ સત્તાવાર અને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મુખ્ય મુદ્દાઓ અને વેદના:

  • ​જો કોઈ નાગરિક પોતાના વતનથી દૂર નોકરી કે ધંધા અર્થે અન્ય શહેરમાં રહેતો હોય, તો માત્ર મોબાઇલ નંબર બદલવા કે KYC જેવા સામાન્ય કામ માટે તેણે સેંકડો કિલોમીટર દૂર પોતાની હોમ બ્રાન્ચમાં ધક્કા ખાવા પડે તે અત્યંત અમાનવીય અને ગ્રાહક વિરોધી છે.
  • ​આ પ્રકારની મર્યાદાઓને કારણે નાગરિકોનો કિંમતી સમય, શક્તિ અને નાણાંનો બિનજરૂરી બગાડ થાય છે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશનની ઉગ્ર માંગ:

૧. બેંકિંગ પ્રક્રિયાઓમાં તાત્કાલિક ધોરણે નીતિગત સુધારો કરવામાં આવે, જેથી કોઈપણ ગ્રાહક પોતાના આઈડી પ્રૂફ (ID Proof) ના આધારે દેશની કોઈપણ એસબીઆઈ બ્રાન્ચમાંથી અથવા ઓનલાઈન માધ્યમથી પોતાના જરૂરી કાર્યો કરાવી શકે.

٢. હોમ બ્રાન્ચની અડચણોને કારણે ગ્રાહકોને માનસિક અને આર્થિક ત્રાસ આપતી આ પદ્ધતિ નાબૂદ કરવામાં આવે.

​જો બેંક તંત્ર દ્વારા આ ગ્રાહક હિતના પ્રશ્ને ટૂંક સમયમાં સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા લોકહિતાર્થે વધુ ઉગ્ર પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Related Posts