કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે આજે ભાવનગરમાં વિવિધ સેવાકીય, પ્રજાલક્ષી
અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. જરૂરિયાતમંદો, દિવ્યાંગો, બાળકો તથા વૃદ્ધજનોના કલ્યાણને
કેન્દ્રમાં રાખી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ
બાળકોના શિક્ષણ માટે સમાજના સેવાભાવી આગેવાનો અને સંસ્થાઓને સહભાગી બનવા અનુરોધ કર્યો
હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ બાળક આર્થિક મુશ્કેલીના કારણે આગળના અભ્યાસથી વંચિત ન રહે
તે માટે સમાજ અને સરકાર તેની સાથે છે. બાળકોમાં રહેલી સુષુપ્ત પ્રતિભાઓને ઓળખી તેને
વિકસાવવાની જવાબદારી પણ સમાજે સ્વીકારવી જોઈએ.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સેવા કોઈ એક વ્યક્તિ કે સંસ્થા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ સમાજના
છેવાડાના જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે. જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી સહિતની
જરૂરી સહાય પૂરી પાડવા તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે સૌએ પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપવું
જોઈએ.
ભાવનગરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ૧૦૦ એકરમાં ‘વન કવચ’ની શરૂઆત કરવાનો સંકલ્પ પણ
વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જન્મદિવસની ઉજવણી માત્ર શુભેચ્છાઓ પૂરતી
સીમિત ન રહે, પરંતુ સમાજના હિતમાં કોઈ સકારાત્મક કાર્ય કરવાનો અવસર બને તે જ સાચી ઉજવણી છે.
સેવા અને સંવેદનાના આવા કાર્યોને સમાજના સહયોગથી સતત આગળ વધારવાનો તેમણે સંકલ્પ વ્યક્ત
કર્યો હતો.
આ પ્રસંગે યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા સેવા સેતુ કેમ્પમાં ચામડીના રોગો, એલર્જી અને બાળરોગો
સહિતની નિઃશુલ્ક તબીબી તપાસ કરવામાં આવી હતી તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ કરાયું હતું.
વાઘાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને બેતાળા નંબરના ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૬૯ શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ-૮ સુધી અભ્યાસ કરતા
કુલ ૧,૪૫૩ અનાથ અને દિવ્યાંગ બાળકોને ફેન્સી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર શહેરની ૮ સામાજિક સંસ્થાઓના સહયોગથી ૧,૪૧૭ દિવ્યાંગ બાળકો, વૃદ્ધજનો અને લાભાર્થીઓ
માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ‘એક પેડ મા કે નામ ૩.૦’ અંતર્ગત
ચિત્રા સ્થિત મુખીની વાડી ખાતે ૮૫૦ વૃક્ષોના વાવેતર સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો
હતો. સદભાવના ટ્રસ્ટના શ્રી વિજયભાઈ ડોબરીયાનું મોમેન્ટો અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું
હતું.
આ સાથે ભાવનગરના વિકાસને પણ વેગ આપવામાં આવ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકાના રૂ. ૯.૪૦
કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. ૯ કરોડના ખર્ચે નવનિર્માણ
થનાર સિવિક સેન્ટરનું રિમોટ કી દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રૂ. ૨૦ લાખના
ખર્ચે શબવાહિનીની ચાવી ભાવનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવી હતી તેમજ રૂ. ૨૦ લાખના ખર્ચે
પીવાના પાણી માટે ટ્રેક્ટર વીથ ટેન્કર ખરીદવા માટેની ગ્રાન્ટ અર્પણ કરવામાં આવી હતી.
આ વિવિધ કાર્યક્રમોમાં મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા,
ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કિશનભાઈ મહેતા, મ્યુનિસિપલ
કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, શાસક પક્ષના નેતા શ્રી લાલભા વાળા, શ્રી કુમાર શાહ, શ્રી દિગ્વિજયસિંહ
ગોહિલ સહિત શહેરના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો, રાજકીય-
સામાજિક આગેવાનો, વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ તથા પક્ષના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
















Recent Comments