અશ્રુ ભરેલી આંખડી ને હાડપિંજર દેહ છે,
કુછ તો રહમ કર એ નૃપતિ,
આ જનતાનો સ્નેહ છે.
–“પાંધી સર”
દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની કરોડરજ્જુ સમાન યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર ચાર્જ વસૂલવાની તૈયારીઓને લઈને દેશભરમાં રાજકીય અને સામાજિક વિરોધનો વંટોળ ઊભો થયો છે. વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે, રૂ. ૨,૦૦૦થી વધુના મર્ચન્ટ વ્યવહારો પર ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) લાદીને આડકતરી રીતે પ્રજા પર કરવેરાનો બોજ નાખવામાં આવી રહ્યો છે. અમેરિકી કંપનીઓના દબાણ સામે ઝૂકીને લેવાયેલા આ નિર્ણયથી અંતે તો વેપારીઓ વસ્તુઓના ભાવ વધારી સામાન્ય જનતા પાસેથી જ નાણાં નીચોવશે.
બીજી તરફ, નાણા મંત્રાલય અને NPCIએ સ્પષ્ટતા કરી છે કે P2P ટ્રાન્ઝેક્શન અને નાના વેપારીઓ માટે આ સેવા નિઃશુલ્ક જ રહેશે. પરંતુ જનતા અને વિશ્લેષકોનું માનવું છે કે અવિરત દેવું અને કરવેરા વધારવાની નીતિથી મોંઘવારીથી પીડાતી પ્રજા પર વધુ આર્થિક બોજ પડશે.
સરકારની નાણાંની ભૂખ ,શોષણની ભૂખ,કદી સંતોષાતી નથી.એટલે જે ઘડીએ જ્યાંથી ખેંચાય એટલા નાણાં ખેચીજ લે છે.
મોંઘવારી વધે જ.” કન્યાની કેડ પર” જ આખરે બધો તાં જામ હોઈ છે ને.
સમય પાકી ગયો છે .પ્રત્યેક સરકારની દેવુ કરવાની,કરવેરા નાખવાની સત્તા પર અસરકારક લગામ પ્રયોજાય.
આ સ્થિતિ કવિ કલાપીની ‘ગ્રામમાતા’ કાવ્યની એ પંક્તિઓની યાદ અપાવે છે કે “નૃપ સિંહાસન લોભી થયું, ધરા નિરસ થઈ ગઈ.”














Recent Comments