સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહુવા તાલુકાના આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણ મિલન સેવા ઉત્સવની
ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત મહુવા નગરપાલિકા વિસ્તારની ભીમરાવ સોસાયટી, શાળા
નંબર-૧૩ ખાતે ધારાસભ્ય શ્રી શીવાભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શીવાભાઈ ગોહિલે જણાવ્યું હતું કે સેવા સંકલ્પ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમાજના
દરેક વર્ગ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ પહોંચાડવાનો છે. બાળકોના પોષણ
અને આરોગ્ય માટે સરકાર સાથે સમાજ અને પરિવારની સહભાગિતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
આંગણવાડી કેન્દ્રોને વધુ પોષણયુક્ત અને સુવિધાસભર બનાવવા સૌએ સહિયારો સંકલ્પ કરવો જરૂરી છે.
તેમણે સમાજના આગેવાનો તથા પરિવારોને આંગણવાડી કેન્દ્રોને તાજા ફળ અને જરૂરી સાધન- સામગ્રી
ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી.
પ્રાંત અધિકારી સુસ્મિતા ઇપ્લાપલ્લીએ મહિલાઓને પોતાના આરોગ્યની કાળજી રાખવા તેમજ બાળકોને
પોષણયુક્ત આહાર આપવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નાના ભૂલકાઓએ વિવિધ બાળકૃતિઓ રજૂ કરી હતી. કુપોષણમાંથી બહાર આવેલા
બાળકોને તેમના વાલીઓ સાથે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાળકોને ફળ તથા સુખડીનું
વિતરણ કરવામાં આવ્યું હતુ. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપી
સન્માનિત કરાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન બાળ વિકાસ અધિકારીશ્રી જ્યોત્સનાબા જાડેજા અને હેતલબેન શાહના માર્ગદર્શન
હેઠળ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મામલતદાર ગિરિરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, શાળાના આચાર્યશ્રી,
તાલુકાના અધિકારીશ્રીઓ- પદાધિકારીશ્રીઓ, સી.ડી.પી.ઓ.શ્રી તથા આંગણવાડી કાર્યકર, તેડાગર અને
આશા કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments