અમરેલી

શેડુભાર ગામનું ઋણ ચૂકવવા જતીન ગજેરાની અનોખી સેવા, લાખોના સ્વખર્ચે વિકાસકાર્યોમાં યોગદાન

અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના શેડુભાર ગામના મૂળ વતની અને હાલ અમદાવાદમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા જતીનભાઈ ગજેરા વર્ષોથી પોતાના વતન ગામની સેવા માટે સતત યોગદાન આપી રહ્યા છે. ગામ પ્રત્યેની લાગણી અને જવાબદારીના ભાવ સાથે તેઓ શિક્ષણ, આરોગ્ય, ધાર્મિક સ્થળો, સામાજિક સેવા તેમજ વિવિધ વિકાસકાર્યોમાં પોતાના સ્વખર્ચે સહયોગ આપી રહ્યા છે.

જતીનભાઈ ગજેરા જણાવે છે કે તેમના દાદાએ તેમને બાળપણથી જ ગામનું ઋણ ચૂકવવા માટે પોતાની ક્ષમતા મુજબ ગામ માટે કંઈક કરવાની પ્રેરણા આપી હતી. દાદાની આ શીખને જીવનમાં ઉતારીને તેઓ આજે પણ શેડુભાર ગામના વિકાસ અને લોકોની મદદ માટે સતત કાર્યરત છે.

ગામના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે જતીનભાઈએ શાળાના વિવિધ કામોમાં આર્થિક સહયોગ આપ્યો છે. માધ્યમિક શાળાના વિકાસથી લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જરૂરી મદદ સુધી તેઓ યોગદાન આપી રહ્યા છે. ગામના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવાનું હોય ત્યારે તેમની જરૂરિયાત મુજબ આર્થિક સહાય પણ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ મદદમાં નાત-જાત કે ધર્મનો ભેદભાવ રાખવામાં આવતો નથી.

શેંડુંભાર ગામ માં જે મહિલા સગર્ભા હોઈ તમને ખાસ સુકામેવા સાથે શુદ્ઘ ઘી માં સુખડી બનાવી આપવામાં આવે છે તેમજ મેડીકલ બાબત પણ મદદ કરે છે.

શેડુભાર ગામમાં વિકાસકાર્યોમાં પણ જતીનભાઈનું યોગદાન જોવા મળે છે. ગામના મુખ્ય પ્રવેશદ્વારો બનાવવામાં તેમણે સહયોગ આપ્યો છે. આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજી સાથેનું મુક્તિધામ બનાવવામાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. ગામના બે મંદિરોના વિકાસ અને અન્ય જરૂરી કામોમાં પણ તેમણે પોતાના સ્વખર્ચે સહયોગ આપ્યો છે.

સામાજિક સેવાના ક્ષેત્રે પણ જતીનભાઈ ગજેરા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવે છે. ગામમાં રહેતી વિધવા મહિલાઓ તેમજ નિઃસંતાન દંપતીઓને જરૂરિયાત મુજબ રાશન કીટ આપવામાં આવે છે. કેટલીક કીટ એવી રીતે આપવામાં આવે છે કે પરિવારને છથી બાર મહિના સુધી જીવનજરૂરિયાતની વસ્તુઓમાં સહાય મળી રહે.

ગામ માં 

ગામની મહિલાઓ માટે દર વર્ષે વિવિધ યાત્રાઓનું આયોજન કરી તેમને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવે છે. સગર્ભા મહિલાઓને મેડિકલ સહાય અને જરૂરી સુવિધાઓ પણ પોતાના સ્વખર્ચે પૂરી પાડવામાં આવે છે. જરૂરિયાતમંદ પરિવારોને સમયસર મદદ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.

જતીનભાઈ ગજેરાનું માનવું છે કે ગામ માત્ર રહેઠાણનું સ્થળ નથી, પરંતુ વ્યક્તિની ઓળખ અને સંસ્કારનું મૂળ છે. તેથી પોતાના વતનના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપવું એ તેમની જવાબદારી છે. શેડુભાર ગામને વધુ રળિયામણું અને સુવિધાસભર બનાવવા માટે તેઓ વિવિધ વિકાસકાર્યોમાં સતત સહભાગી બની રહ્યા છે.

ગામના શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવા અને માળખાકીય વિકાસમાં વ્યક્તિગત રીતે લાખો રૂપિયાનું યોગદાન આપતા જતીનભાઈ ગજેરાની કામગીરી ગામ પ્રત્યેની તેમની લાગણી અને પોતાના વતનનું ઋણ ચૂકવવાની ભાવનાને દર્શાવે છે. તેમના પ્રયાસોથી ગામના અનેક લોકો અને વિદ્યાર્થીઓને સીધો લાભ મળી રહ્યો છે.

8 Attachments  •  Scanned by Gmail

Related Posts