અમરેલી

રાજુલા-મહુવા સેકશન વચ્ચે કિ.મી.૧૦૭/૧-૨ પર આવેલ લેવલ ક્રોસિંગ નં.૧૧૨X ઉપર રોડ અંડરબ્રિજની કામગીરી શરૂ થનાર હોય, આથી તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવા

રાજુલા-મહુવા સેકશન વચ્ચે કિ.મી.૧૦૭/૧-૨ પર આવેલ લેવલ ક્રોસિંગ નં.૧૧૨X ઉપર રોડ અંડરબ્રિજની કામગીરી શરૂ થનાર હોય, આથી તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવાના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩ (૧) (બી) વૈકલ્પિક રૂટ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

વૈકલ્પિક રૂટ-૧ બસ,ટ્રક સહિતના ભારે વાહનોએ રાજ્ય ધોરીમાર્ગ નં.૨૧ના આસરાણા ક્રોસ રોડ અને પીપાવાવ થઈને મોટા આસરાણા-નેસવડ-દાતરડી-પીપાવાવ રોડ પરથી પસાર થવાનું રહેશે

વૈકલ્પિક રૂટ-૨ નાના વાહનોએ રેલવે ફાટક નં. ૧૧૨Xની ડાબી બાજુએ અંદાજે ૫૦૦ મીટરના અંતરે આવેલ ત્રણ નાળા તરીકે ઓળખાતા રેલવેના અંડરબ્રિજ પરથી પસાર થવાનું રહેશે. 

આ જાહેરનામું તા. ૨૩.૦૩.૨૦૨૭ સુધી અમલમાં રહેશે. હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

Related Posts