ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલી
સરકારી હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે DHEW, સખી વન સ્ટોપ સેન્ટર (OSC) અને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC)ની ટીમ
દ્વારા દીકરીઓને પોક્સો એક્ટ (POCSO Act) તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલમાં
મૂકાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત ધોરણ-૮માં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર ચાર દીકરીઓને
શિક્ષણની કીટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. રમતગમત ક્ષેત્રે ઝોનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન
કરનાર દીકરીઓને ટી-શર્ટ અને ટોપીની કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ઉપરાંત, દીકરીના
જન્મને પ્રોત્સાહન આપવાના હેતુથી ફૂલસર વિસ્તારની ત્રણ નવજાત દીકરીઓને ‘દીકરી વધામણાં કીટ’
અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દ્વારા દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણની સાથે દીકરીના જન્મને આવકારવા તથા
સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ફૂલસરની સરકારી હાઈસ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી














Recent Comments