અમરેલી

સાવરકુંડલાના ઇતિહાસમાં ઉમેરાયું એક સુવર્ણ મોરપીંછ… રાજ્યકક્ષાની ‘બેસ્ટ ગણેશ પંડાલ’ સ્પર્ધામાં સદભાવના ગ્રુપ દ્વિતીય સ્થાને

ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત આયોજિત રાજ્યકક્ષાની ‘બેસ્ટ ગણેશ પંડાલ સ્પર્ધા’માં અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરનું નામ સમગ્ર ગુજરાતમાં ગૌરવથી રોશન થયું છે. ૨૪ વર્ષથી ભક્તિ અને માનવસેવાની જ્યોત જલાવતા ‘સદભાવના ગ્રુપ – સાવરકુંડલા’ના ગણેશ મહોત્સવે રાજ્યકક્ષાએ બીજું સ્થાન (Runner-up) પ્રાપ્ત કરીને અદ્ભુત સિદ્ધિ હાસિલ કરી છે.

​સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં દેશભક્તિ અને શૌર્યની ભાવનાને ઉજાગર કરતી *”ઓપરેશન સિંદૂર” થીમ રજૂ કરવામાં આવી હતી.* ભારતીય સેનાના સાહસ, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમને સમર્પિત આ પ્રભાવશાળી થીમે સમગ્ર ગુજરાતમાંથી આવેલી એન્ટ્રીઓમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું અને નિર્ણાયકો સહિત સૌકોઈના દિલ જીતી લીધા હતા.

​આ ભવ્ય અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સદભાવના ગ્રુપે સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા, ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તેમજ તમામ શુભચિંતકો અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

*​”આ માત્ર પુરસ્કાર નથી, પરંતુ વર્ષોની મહેનત, અતૂટ શ્રદ્ધા, સેવાભાવ અને સાવરકુંડલાની જનતાના આશીર્વાદની સાક્ષી છે.” — સદભાવના ગ્રુપ*

​પરમ પૂજ્ય ઉષામાંના પાવન આશીર્વાદથી કાર્યરત સદભાવના ગ્રુપ છેલ્લા ૨૪ વર્ષથી માત્ર ગણેશ ઉત્સવ પૂરતું મર્યાદિત ન રહેતા વર્ષના ૩૬૫ દિવસ સામાજિક અને સેવાયજ્ઞ પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત છે.

​૨૪ કલાક સેવાયજ્ઞ: એમ્બ્યુલન્સ સેવાઓ અને ફ્રી મેડિકલ સાધન સહાય.

​૮ હેલ્પલાઇન નંબર: ૨૪ કલાક જરૂરિયાતમંદો માટે તાત્કાલિક મદદ ઉપલબ્ધ.

​માનવતાનો સંકલ્પ: “જ્યાં જરૂરિયાત છે ત્યાં મદદનો હાથ, અને જ્યાં મુશ્કેલી છે ત્યાં આશાનો સાથ” એવા ધ્યેય સાથે સતત સમાજસેવા.

​આ સફળતા એ સદભાવના ગ્રુપના તમામ યુવાનો, સેવાભાવી કાર્યકરો અને સહયોગીઓની નિષ્ઠા અને એકતાનું પરિણામ છે. આ સિદ્ધિ માત્ર એક ગ્રુપની નથી પરંતુ સમગ્ર સાવરકુંડલા શહેર અને અમરેલી જિલ્લાનું ગૌરવ છે.

​”નામ સદભાવનાનું, સંકલ્પ સમાજસેવાનો અને ધ્યેય માનવતાનું!”

Related Posts