ભાવનગર

મહુવાનાં હોમગાર્ડ જવાનનું અવસાન થતાં મોરારિબાપુએ સાંત્વના પાઠવી ૫૧ હજારની સહાય અર્પણ કરી

 ભાદરવી પૂનમના દિવસે મહુવાનાં હોમગાર્ડ જવાન સ્વ શ્રી સંદીપભાઈ દવેનું અકસ્માતમાં અવસાન થયું હતું. પૂજ્ય મોરારિબાપુને આ દુઃખદ ઘટનાનાં સમાચાર પ્રાપ્ત થતાં તેમણે હતભાગી જવાનને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને તેમની બે દીકરીઓને શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે રુપિયા ૫૧ હજારની સહાયતા રાશિ અર્પણ કરી હતી. પૂ બાપુએ સ્વ શ્રી દવેભાઈનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી. આ કાર્યમાં શ્રી અતુલભાઈ ચિતલીયાની માનવતાભરી સેવા રહી હતી. આ તકે પૂજ્ય મોરારિબાપુ પાસે હોમગાર્ડ કમાંડર શ્રી ખાંમભલિયા, ઉપ કમાંડર તેમજ મરણ પામનારના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. પૂ બાપુએ તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.



Related Posts