ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર
ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇમસોને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગંભીર પ્રકારના
ગુન્હાઓ અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે
અન્વયે ગેરકાયેદસર હથિયાર ધરાવતા ઇસમો ઉપર વોચ રાખી, આવા આરોપીઓને
શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને
માર્ગદર્શન આપેલ હોય,
અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી.ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. બી પાર્ટ
ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૬૦૨૯૧/૨૦૨૬, આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)(એ), જી.પી.એકટ
કલમ ૧૩૫ તથા પ્રોહી. એકટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬બી મુજબના ગુનામાં નાસતા
ફરતા આરોપીને બાતમી આધારે લાયસન્સ વગરની એક દેશી બનાવટની પિસ્તલ
(અગ્નિશસ્ત્ર) સાથે પકડી પાડી, મજકુર વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી
કરી, પકડાયેલ આરોપી તથા અગ્નિશસ્ત્ર આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રુરલ
પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
કુલદિપભાઇ ચંપુભાઇ ખુમાણ, ઉ.વ.૨૮, રહે.રામગઢ, લુવારા રોડ ઉપર,
તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
પકડાયેલ હથિયારની વિગતઃ-
એક દેશી બનાવટની પિસ્તલ (અગ્નિશસ્ત્ર) કિં.રૂ.૧૦,૦૦૦/-.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ,
ઘનશ્યામભાઇ મકવાણા, જિગ્નેશભાઇ અમરેલીયા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા
તથા પો. કોન્સ. પરાક્રમસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.
















Recent Comments