અમરેલી

ભાવનગર-સોમનાથ હાઇવે પર કાર પલટી, ચાર ઇજાગ્રસ્ત; એકની હાલત ગંભીર

ભાવનગર-સોમનાથ હાઇવે પર આજે સોમનાથથી ભાવનગર તરફ જઈ રહેલી ફોર-વ્હીલ કાર અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ, 108 એમ્બ્યુલન્સ તેમજ હાઇવેની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજુલા ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મતમાં ભરતભાઈ ભોળાભાઈ (ઉંમર 30), મેહુલભાઈ ગોવિંદભાઈ (ઉંમર 29), દીપકભાઈ દામજીભાઈ પરમાર (ઉંમર 36) અને ઘનશ્યામભાઈ જીવનભાઈ ગોહિલ (ઉંમર 42) ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ચારેય ઇજાગ્રસ્તો ભાવનગરના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેની તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે વધુ તપાસ બાદ વિગતો સામે આવશે.

Related Posts