શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં બનતા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા કેદીઓને શોધી તથા સાયબર ફ્રોડના ગુન્હાઓ
બનતા અટકાવવા સારૂ સાયબર ફ્રોડના આરોપીઓ પકડી પાડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી
સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા જિલ્લામાં બનતા ગુન્હાના કામે નાસતા ફરતા
આરોપી તથા કેદીઓને શોધી કાઢવા તેમજ સાયબર ફ્રોડના ગુન્હાના આરોપીઓ પકડી પાડવા ખાસ
અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય જે અનુસંધાને શ્રી સી.પી.વાઘેલા
પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત
મળેલ કે, ખાંભા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૫૦૫૧૪/૨૦૨૫ BNS ક ૩૧૭(૨), ૩૧૭(૪) તથા IT
ACT- ૬૬(બી) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અજયભાઇ કેશુભાઇ ચાવડા(ડાભી)
રહે.ગોરવીયાળી તા.ભેંસાણ જિ.જુનાગઢ વાળો જુનાગઢ ખાતે હોવાની સચોટ બાતમી હકીકત મળતા પેરોલ ટીમ
જુનાગઢ ખાતે જઇ આરોપીને તા.૦૭/૦૯/૨૦૨૬ ના રોજ પુનીતનગર સોસાયટી, જોષીપુરા વિસ્તાર, જુનાગઢ
ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ ખાંભા પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.
વિગતઃ- આ કામના આરોપીએ આશરે નવેક માસ પહેલા પોતાનુ બેંક એકાઉન્ટ તેના મીત્રને સાયબર ફ્રોડના
પૈસા લેતી દેતી કરવા માટે ભાડે આપેલ જે બાબતે ખાંભા પો.સ્ટે. ઉપરોક્ત ગુન્હો રજી. થયેલ જે ગુન્હાના કામે
મજકુર આરોપીનુ નામ ખુલવા પામેલ જે કામે મજકુર આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો.
પકડાયેલ આરોપી:- શૈલેષ ઉર્ફે અજય કેશુભાઇ ચાવડા ઉવ-૨૬ ધંધો-હીરા ઘસવાનો રહે.પુનીતનગર
સોસાયટી, જોષીપુરા વિસ્તાર, તા.જિ.જુનાગઢ મુળ રહે.ગોરવીયાળી તા.ભેંસાણ
જિ.જુનાગઢ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. કે.જે.બેરા, જી.એમ.નગવાડીયા તથા આઉટ
સોર્સ ડ્રાઇવર અશ્વિનભાઇ કે. ચાવડા એ રીતેના જોડાયેલ હતા.
છેલ્લા નવેક માસથી ખાંભા પો.સ્ટેના સાયબર ફ્રોડના ગુન્હામાં નાસતા ફરતા લાલશાહી આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી













Recent Comments