અમરેલી

જાફરાબાદ મરીન પો.સ્ટે.દ્વારા ફિશરમેન અવેરનેશ તથા સાયબર અવેરનેશ કાર્યક્રમ યોજાયા 

૨૧/૦૮/૨૦૨૬ ના રોજ સમય ૧૬:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન ઓડિટોરિયમ હોલ, જાફરાબાદ, જી. અમરેલી ખાતે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ફિશરમેન અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું.સદર કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક માછીમાર ભાઈઓને દરિયાઈ સુરક્ષા, સલામતી, કાયદાકીય જોગવાઈઓ, શંકાસ્પદ હિલચાલ અંગેની જાણકારી તથા દરિયામાં કોઈપણ પ્રકારની આપત્તિ કે મુશ્કેલીના સમયે સંબંધિત સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક જાણ કરવા અંગે જાગૃત કરવાનો હતો.કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ, અમરેલી એસ.ઓ.જી.ના કર્મચારીઓ, મરીન ટાસ્કફોર્સ પીપાવાવના કર્મચારીઓ, ફિશરીઝ તથા જી.એમ.બી. વિભાગના અધિકારીઓ, જાફરાબાદ તાલુકા સંકલનના અધિકારીઓ, ફિશરમેન વોચ ગ્રુપના સભ્યો તેમજ સ્થાનિક માછીમાર ભાઈઓ સહિત કુલ આશરે ૪૦૦ જેટલા વ્યક્તિઓ ઉપસ્થિત રહેલ હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ/અગ્રણી વ્યક્તિઓઃ
૧. શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષક, અમરેલી
૨. શ્રી નયના ગૌરડીયા – DYSP, રાજુલા ડિવિઝન, જી. અમરેલી
૩. શ્રી એમ.બી. લકુમ – મામલતદારશ્રી, જાફરાબાદ
૪. શ્રી મયંક વૈદ – આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, કોસ્ટ ગાર્ડ, પીપાવાવ સ્ટેશન
૫. શ્રી એ.એ. મકરાણી – આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ, ફિશરીઝ વિભાગ, જાફરાબાદ
૬. શ્રી એ.જી. ગામીત – પોલીસ ઇન્સ્પેક્ટર, મરીન ટાસ્કફોર્સ, પીપાવાવ
૭. શ્રી આર.જી. ચૌહાણ – ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન
૮. શ્રી ડી.એમ. સૌંદરવા – આઈ.ઓ., જાફરાબાદ કોસ્ટલ સેન્ટર
૯. શ્રી કનૈયાલાલ સોલંકી – પ્રમુખ, ખારવા સમાજ બોટ એસોસિએશન, જાફરાબાદ
૧૦. શ્રી મનહરભાઈ બારૈયા – પ્રમુખ, કોળી સમાજ, જાફરાબાદ
૧૧.શ્રી વિજયસિંહ ઝાલા – જી.એમ.બી., જાફરાબાદ

                                      સદર કાર્યક્રમ દરમિયાન માછીમાર ભાઈઓને દરિયાઈ સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. માછીમારોએ દરિયામાં જતા સમયે પોતાની બોટ તથા બોટમાં સવાર તમામ ખલાસીઓની જરૂરી વિગતો રાખવા, સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવા તથા કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ, બોટ અથવા હિલચાલ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન, કોસ્ટ ગાર્ડ અથવા સંબંધિત સુરક્ષા એજન્સીને જાણ કરવા અંગે સમજ આપવામાં આવી હતી.આ ઉપરાંત માછીમાર વોચ ગ્રુપ તથા સ્થાનિક માછીમારો સાથે પરસ્પર સંકલન અને સહકાર વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષામાં માછીમાર સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ સમજ આપવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પોતાના વિભાગને લગતી કામગીરી તથા માછીમારો માટે જરૂરી સાવચેતી અને સુરક્ષા સંબંધિત માહિતી આપવામાં આવી હતી.
                                               બાદ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત માછીમાર ભાઈઓને સાયબર ક્રાઈમ તથા ઓનલાઈન છેતરપિંડીથી બચવા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. ખાસ કરીને અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતી લિંક પર ક્લિક ન કરવી, OTP, ATM PIN, UPI PIN, બેંક ખાતાની વિગતો તથા અન્ય વ્યક્તિગત માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી તે અંગે સમજ આપવામાં આવી હતી.આ ઉપરાંત સોશિયલ મીડિયા તથા મોબાઈલ ફોનનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા, અજાણ્યા નંબર પરથી આવતા ફોન/મેસેજથી સાવચેત રહેવા તેમજ ઓનલાઈન નાણાકીય વ્યવહારો કરતી વખતે જરૂરી તકેદારી રાખવા જણાવવામાં આવેલ હતું.કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બન્યાની સ્થિતિમાં તાત્કાલિક સંબંધિત બેંકને જાણ કરી તથા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કરવા અંગે માછીમાર ભાઈઓને માહિતગાર કરવામાં આવેલ હતા.

Related Posts