ગુજરાત

જંગ હતો એક પરિવારના તૂટતા માળાને અકબંધ રાખવાનો

લેબોરેટરી ટેક્નિશિયન રાજેશભાઈ ડોડીયાના પત્નીને બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે મુંબઈના પ્રખ્યાત કેન્સર નિષ્ણાત ડો. સુરેશ અડવાણીની સલાહ પ્રમાણે છ ઈન્જેક્શનોનો કોર્સ કરવાનો આવ્યો. ઓપરેશન, અનેક ડોક્ટરોને દેખાડવાની ફી, CT સ્કેન, MRI સ્કેન, કીમોથિરપી અને દવાઓ પાછળ પરિવારની મૂડી ઘસાઈ ચુકી હતી. ડો. અડવાણીએ લખેલ ઈન્જેક્શનોના એક કોર્સ પાછળ લગભગ ત્રણ લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ આવતો હતો.

ડો. અડવાણીએ લખેલ ઇન્જેકશનો શરુ કર્યા પછી પહેલીવાર આશાનું કિરણ દેખાયું. જ્યાં કેન્સરની ગાંઠો હતી તે ઓગળવાની શરુ થઈ અને તેની સાઈઝ ઘટવા માંડી. ડોડીયા યુગલ માટે કેન્સર સામેના આ જંગમાં નાનકડો પણ પ્રતીતિકર વિજય હતો. આ મહાવ્યાધિમાંથી પોતાની પત્ની બચી જશે તેવી શ્રદ્ધા જાગી. ડો.અડવાણીએ લખેલ સારવારમાં 21 દિવસના અંતરે ઇન્જેકશનો લેવાના હતા અને આવા કુલ 6 કોર્સ કરવાના હતા. 6 કોર્સના પ્રથમ ડોઝ પછી જે ફાયદો દેખાયો તે જોઈ પહેલી વાર રાજેશભાઈ ડોડીયાના ચહેરા પર ચિંતાની કરચલીઓ થોડી ઓછી થઈ. હજુ ઘણો પંથ કાપવાનો બાકી હતો પણ આમાંથી પોતાની પત્ની બહાર આવી જશે એવી સૌ પ્રથમ વાર શ્રદ્ધા જાગી.પણ સાથે સાથે એક નવી સમસ્યા ઉભી થઈ. અત્યાર સુધી આર્થિક રીતે ડામાડોળ થઈ ગયેલ ડોડીયાભાઈએ જેમતેમ કરીને 4 કોર્સ પૂરા કર્યો પણ હવે તેમની તમામ બચત પૂરી થઇ ગઈ હતી.

આ વાતની તેમણે મને મળીને પૂરી વિગતવાર વાત કરી. હવે બે ઇન્જેકશનનો કોર્સ બાકી હતો, જે માટે 6 લાખની જરૂર હતી. મેં આ વાત અમારા અનુકંપા ફાઉન્ડેશનના મિત્રોને કરી જેમણે તરત જ 1.11 લાખ રૂપિયાનો ફાળો આપવાની સંમંતિ આપી તો પણ બાકીની રકમનું શું કરવું એ મોટો પ્રશ્ન હતો.

આખરે આ માટે જાહેર અપીલ કરવાનું નક્કી કર્યું. રાજેશભાઈ ડોડીયા તો સામાજિક શરમને કારણે પહેલાં આનાકાની કરતા હતા પણ વિકલ્પ ન હોવાથી અમારી વાત માની અપીલ કરવાની સંમતિ આપી. માત્ર સોશિયલ મીડિયામાં કરેલ અપીલ બાદ નાના મોટા અનેક લોકો આગળ આવ્યા અને તે બધાએ ઉદાર હાથે આપેલ ફાળાથી કુલ 5 લાખની રકમ એકઠી થઇ જેનો ચેક રાજેશભાઈ ડોડીયાને
સુપ્રત કર્યો.

ફાળામાં આવેલ રકમની વિગત નીચે મુજબ છે.
૧,૧૧૦૦૦ / – અનુકંપા ફાઉન્ડેશનના સભ્યો /
શુભેચ્છકો તરફથી
૧,૦૦,૦૦૦ /- પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ
૫૧,૦૦૦ /- ભગવાનજીભાઈ મથુરાદાસ
ચંદારાણા – અમદાવાદ
૫૧,૦૦૦ /- નવીનભાઈ ( કાળુભાઇ ) તન્ના –
અમદાવાદ
૨૫૦૦૦ /- અરવિંદભાઈ /
કુણાલ કન્સ્ટ્રક્શનન
૧૧૦૦૦ /- શ્રી અને શ્રીમતી મહેશભાઈ યાજ્ઞિક
૧૧૦૦૦ / – એ.ડી. મોગલ સાહેબ
( રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ )
૧૧૦૦૦ /- સંજયભાઈ ચોક્સી
૧૦૦૦૦ /- ડો. બી. કે. મહેતા સાહેબ
૧૦૦૦૦ /- ડો. એસ. એમ. પોપટ સાહેબ
વેરાવળ
૧૦૦૦૦ / ડો. અબ્દુલગફાર ડબાવાલા સાહેબ
૧૦૦૦૦ /- ભુપતભાઇ ભુવા ( શીતલ ગ્રુપ )
૭૫૦૦ /- વરુણભાઇ કુંભાણી – સાવરકુંડલા
૫૧૦૦ /- ભાવેશભાઈ સોઢા
૫૧૦૦ /- મોન્ટુભાઈ સોનપાલ
૫૧૦૦ /- ડો. વાઘમશી સાહેબ – રાજુલા
૫૦૦૦ /- ડો. અશોકભાઈ શીંગાળા
૫૦૦૦ /- દર્શનભાઈ ઠાકર – બગસરા
૩૦૦૦ /- અનિલભાઈ ઠાકર
૨૭૦૦ /- નિર્મળાબેન જયંતિભાઈ સોઢા
૨૫૦૧ /- સિકંદરખાન પઠાણ
૨૫૦૦ /- રાજેશભાઈ પંડ્યા
૨૫૦૦ /- અનિલભાઈ આડતીયા
૨૫૦૦ /- કાનજીભાઈ વેકરીયા
૨૫૦૦ /- શૈલેષભાઈ જેઠવા- ધારી
૨૫૦૦ /- મુકેશભાઈ ગજેરા – શિવ લેબોરેટરી
૨૧૦૦ /- નીતિનભાઈ મસરાણી
૨૧૦૦ /- પ્રિતેશભાઈ માનસેતા
૨૧૦૦ /- ડો. અલ્તાફભાઈ દેસાઈ
૨૧૦૦ /- હરેશભાઇ સાદરાણી
૨૧૦૦ / અજયભાઇ સોની / ધારી
૨૧૦૦ / અશોકભાઈ રાખોલીયા / બાબરા
૨૧૦૦ / રાઘવેન્દ્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
૨૧૦૦ /- રાજુભાઈ ગીડા – બગસરા
૨૧૦૦ /- વૃજલાલ કોલડિયા
૧૧૧૧ /- ધીમંતભાઈ ખારા
૧૧૦૧ /- ડો. એસ. આર. દવે સાહેબ
૧૧૦૦ /- ડો. કુંભાણી સાહેબ – લીલીયા
૧૧૦૦ /- લલિતભાઈ મારુ
૧૧૦૦ /- કપિલભાઈ આંબલીયા
૧૧૦૦ /- તરંગ પવાર
૧૧૦૦ /- કીર્તીકુમાર રૂપારેલ
૧૦૦૦ / – રુપેનભાઇ ભાવસાર
૧૦૦૦ /- ડો. નિખિલેશભાઈ જાની
૧૦૦૦ /- પ્રણવભાઈ અધ્યારૂ – અમદાવાદ
૧૦૦૦ /- નટવરભાઈ પાનસુરીયા
૧૦૦૦ /- ચંદારાણા ડિસ્ટ્રીબ્યુટર્સ
૫૦૧ /- વિશાલભાઈ શાહ / વડોદરા
૫૦૦ /- વિનોદરાય અમૃતલાલ
ડોલાસીયા

————————————
કુલ ફાળો — 498214 / –

~ *ડો. ભરતભાઈ કાનાબાર*
*અનુકંપા ફાઉન્ડેશન – અમરેલી*
*મો. ૯૪૨૬૯ ૧૪૬૭૭*
*૯૩૨૮૨ ૫૬૪૪૫*

Related Posts