શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. વી. મોદી હાઇસ્કૂલના વિદ્યાર્થી સુજલ બગડાએ તાલુકા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૨૫ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા કક્ષાએ પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં સુજલ બગડાએ વિજેતા બની ઇનામ મેળવ્યું હતું.
આ ઉજ્જવળ સિદ્ધિ બદલ શ્રી નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીગણ, ઈ.ચા. આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.















Recent Comments