ભાવનગર

કચ્છમાં ખાવડા નજીક અકસ્માતમાં અવસાન પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

 કચ્છમાં ખાવડા પાસે ગત રાત્રીના સુમારે એક દર્દનાક અકસ્માત થયો હતો. ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોથી ખીચોખીચ ભરેલ પીકઅપ વાન અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૭ લોકોનાં કરુણ મોત નિપજયા છે. નાના પીકઅપ વાનમાં ૩૦ જેટલા શ્રમિકો મુસાફરી કરી રહ્યા હતા અને તે પૈકી ૭ લોકોનાં મોત નિપજયા હતા. મરણ પામનાર ઉત્તર પ્રદેશ અને બિહારનાં આ શ્રમિકોને પૂજ્ય મોરારિબાપુએ સંવેદના સાથે ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કંપની પાસેથી વિગતો મેળવીને આ રાશિ શ્રમિકોનાં પરિવારને પહોંચાડવામાં આવશે. જેની વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવી છે. પૂજ્ય મોરારિબાપુએ સૌનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે. 

તેમ જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.

Related Posts