અમરેલી

અમરેલી હેરિટેજ ક્લોક ટાવર નીચેની દુકાનો ૫ દિવસમાં ખાલી કરવા નગરપાલિકાનો આદેશ

અમરેલી શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક હેરિટેજ ક્લોક ટાવરના નવીનીકરણ અને મરામતની કામગીરી પ્રવાસન નિગમ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને ખૂબ જ ઝડપથી અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હેતુથી, ટાવરની ઉપર લગાવવામાં આવેલા તમામ કેબલ તેમજ ફ્લડ લાઈટને તાત્કાલિક અસરથી દૂર કરવા જણાવવામાં આવ્યું છે. આ સાથે જ, ક્લોક ટાવરની નીચેના ભાગમાં આવેલી તમામ દુકાનોને આગામી ૫ (પાંચ) દિવસની અંદર સંપૂર્ણપણે ખાલી કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે. આ નોટિસ દ્વારા અમરેલી શહેરના તમામ કેબલધારકો, દુકાનદારો, પી.જી.વી.સી.એલ. (PGVCL) અને અન્ય સંબંધિત એજન્સીઓ તેમજ સંસ્થાઓને આ કામગીરીમાં સહયોગ આપવા માટે ખાસ જાણ કરવામાં આવી છે તેમ અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts