ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીજીએ જિલ્લા ભાજપના
પૂર્વ પ્રમુખ જેમણે પક્ષ માટે ઘણો સંઘર્ષ કર્યો છે એવાં જનસંઘ સમયથી મૂળ વિચારધારાને વરેલા દિનેશભાઈ
પોપટનાં નિવાસસ્થાને આત્મીય મુલાકાત કરી હતી. પોપટ પરિવારને મળીને બિન્નાડીજીએ આનંદની
લાગણી અનુભવી હતી.
સૌરાષ્ટ્રમાં પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા સતત પ્રવાસ ખેડતા સહ સંગઠન મહામંત્રી સાથે
અમરેલીનાં યુવા ધારાસભ્ય અને ઉર્જાવાન રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ
અતુલભાઈ કાનાણી, પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય શરદભાઈ લાખાણી, પ્રભારી અભયસિંહ
ચૌહાણ, મહામંત્રી મયુરભાઈ માંજરિયા, મેહુલભાઈ ધોરાજીયાએ વરિષ્ઠ આગેવાન દિનેશબાપાનું
અનુભવસિદ્ધ માર્ગદર્શન મેળવ્યું હતું તેમ મીડિયા ઈન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.