Loading Date... Gold 24K: ₹89,734 | Silver 1kg: ₹105,872 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભારત પર્વ-2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી: પ્રથમ ત્રણ દિવસમાં 25000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત...

દિલીપ સંધાણી પરિવાર તરફથી રૂા.૩.૭૧ કરોડના દાન સાથે લેઉવા પટેલ સમાજનું અદ્યતન ભવન નિર્માણ નું પ્રથમ ચરણપૂર્ણ

દિલીપ સંધાણી પરિવાર તરફથી રૂા.૩.૭૧ કરોડના દાન સાથે લેઉવા પટેલ સમાજનું અદ્યતન ભવન નિર્માણ નું પ્રથમ ચરણપૂર્ણ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ધનતેરસના પાવન દિવસે જમીન દસ્તાવેજ કાર્ય પૂર્ણ. રૂ।.

ધનતેરસના પાવન દિવસે જમીન દસ્તાવેજ કાર્ય પૂર્ણ. રૂ।. ૧૦.૮૯ કરોડમાં ૧૬ વિદ્યા જમીનમાં આ ભવન સામાજીક, શૈક્ષણિક સામુહિક પ્રવૃતિઓનું માધ્યમ બનશે

અમરેલી લેઉવા પટેલ સમાજ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે જેમાં અમરેલી શહેરના સાવરકુંડલા રોડ પર અદ્યતન લેઉવા પટેલ સમાજ ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે, જેના માટે ૧૬ વિદ્યા જમીનનો દસ્તાવેજ ધનતેરસના પાવન પર્વે કરવામા આવ્યો હતો, આ જમીનની કિંમત રૂા.૧૦.૮૬ કરોડ છે. સમાજ ભવનના નિર્માલ માટે દિલીપ સંઘાણી પરિવાર તરફથી રૂા. ૩.૭૧ કરોડનું દાન આપવામાં આવેલ છે. સમાજના આગેવાનો અને દાતાઓના સહયોગથી અમરેલીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ભવન નિર્માણ કાર્ય ટુંક સમયમાં જ શરૂ કરવામા આવશે. ધનતેરસના શુભ દિવસે જમીન દસ્તાવેજ પ્રસંગે ઉજાં રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી, વસંતભાઈ મોવલીયા, કાળભાઈ ભંડેરી, કાંતિભાઈ વધાસીયા, મુકેશભાઈ સંથાણી, મનિષભાઈ સંઘાલી, દિનેશભાઈ ભુવા, એમ.કે.સાવલીયા, રમેશભાઈ કાથરોટીયા સહિત સમાજના અગ્રણીઓ-આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે દિલીપ સંઘાણી એ લેઉવા પટેલ સમાજ ભવનના આયોજન અને તેની વિશેષતાઓ અંગે આગેવાનો વિગતવાર ચર્ચા કરી માહિતગાર કર્યા હતા. સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી અને કાળુભાઈ ભંડેરીએ સમાજ ભવનની આવશ્યક્તા અને તેની ઉપયોગીતા તેમજ અત્યાર સુધીની કરવામાં આવેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામા આવેલ. ઉપસ્મિત તમામ આગેવાનોનું શબ્દોથી સ્વાગત રાજેશભાઈ માંગરોળીયા એ કરેલ. આ ભવન નિર્માણ થી સામાજીક, શૈક્ષણિક અને વિવિધ સામુહિક પ્રવૃતિઓ માટે સુવિધા પ્રદાન બનશે. ધનતેરસના પવિત્ર દિવસે જમીન દસ્તાવેજ પ્રક્રિયા પૂર્ણ થતા સમાજના આગેવાનો અને લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. ટુક સમયમા નિર્માણકાર્ય શરૂ થવાની જાહેરાત સાથે સમાજ ભવનનું સ્વપ્ન સાકાર થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયુ હોવાનું સમાજની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)