સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને પોતાની કર્તવ્યનિષ્ઠા તેમજ ડ્યુટી પ્રત્યેની ઈમાનદારી માટે જાણીતા હેડ કોન્સ્ટેબલ શ્રી બી.સી. ડાભીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે બઢતી (પ્રમોશન) મળતા પોલીસ બેડામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
શ્રી ડાભીને આ નવું પદ મળવા પર પોલીસ પરિવાર અને સ્ટાફ દ્વારા હર્ષોલ્લાસ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સિક્યુરિટી ગાર્ડ શ્રી અમિતગીરી ગોસ્વામી તેમજ પોલીસ પરિવારના આગેવાન શ્રી દકુભાઈ જોષી દ્વારા વિશેષ ઉપસ્થિત રહીને શ્રી બી.સી. ડાભીને પુષ્પગુચ્છ અર્પણ કરી અને મોં મીઠું કરાવીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સાથી કર્મચારીઓની આ શુભકામનાઓ સ્વીકારતા શ્રી બી.સી. ડાભીએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં પણ પોતાની ફરજ વધુ નિષ્ઠા અને જવાબદારીપૂર્વક નિભાવવા માટે કટિબદ્ધતા દાખવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ નવનિયુક્ત ASI શ્રી ડાભીને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.