Loading Date... Gold 24K: ₹90,633 | Silver 1kg: ₹106,933 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

પાલીતાણા નજીકના શેત્રુંજીડેમ ખાતે આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે વય નિવૃત્તિ વિદાય સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો.

પાલીતાણા નજીકના શેત્રુંજીડેમ ખાતે આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે વય નિવૃત્તિ વિદાય સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

આ વિસ્તારમાં છેલ્લા છ દાયકાથી કામ કરતી બુનિયાદી શિક્ષણની સંસ્થા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય ડૉ.અરજણભાઈ પરમાર તેમજ વિજ્ઞાન શિક્ષક રમેશભાઈ બારૈયાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ હાજર રહેલા લોકભારતી સ્થિત વૈજ્ઞાનિક ડો.

આ વિસ્તારમાં છેલ્લા છ દાયકાથી કામ કરતી બુનિયાદી શિક્ષણની સંસ્થા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય ડૉ.અરજણભાઈ પરમાર તેમજ વિજ્ઞાન શિક્ષક રમેશભાઈ બારૈયાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. 
આ પ્રસંગે ખાસ હાજર રહેલા લોકભારતી સ્થિત વૈજ્ઞાનિક ડો. અરૂણભાઇ દવે બુનિયાદી શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, શિક્ષણએ જીવન જીવવાનું પવિત્ર સાધન છે.માનવતા લક્ષી શિક્ષણ અને પાયાની કેળવણી તરીકે ભાર મુકતા બુનિયાદી શિક્ષણ અને નવી તાલીમના શિક્ષણનું અત્યારના યુગમાં કેટલું મહત્વ છે તે વિવિધ દ્રષ્ટાંતો સાથે સમજાવ્યું હતું. તેમણે આ વિસ્તારમાં 60 વર્ષથી કામ કરતી આ બુનિયાદી શાળાને અને તેમના કામને બિરદાવ્યું હતું.
ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજેન્દ્રભાઈ ખીમાણી, ખોડાભાઈ ખાસિયા , ડૉ.મનહરભાઈ ઠાકર, ડાંગ જિલ્લાના શિક્ષણાધિકારી જીગ્નેશભાઈ સહિત ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં વિદ્વાન કથાકાર મહાવીરબાપુ, મયુરસિંજી સરવૈયા તેમજ ગામજનો , ભૂતપૂર્વ વિધાથીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા .કાર્યક્રમના પ્રારંભે ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજીડેમના સંચાલક લાલજીભાઈ સોલંકીએ સૌને આવકારીને સંસ્થા પરિચય આપ્યો હતો .
કાર્યક્રમના સંચાલનમાં પાયલબેન મોણપરા અને સંજયભાઈ કાત્રોડીયા સહિતના જોડાયા હતા.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)