Loading Date... Gold 24K: ₹90,633 | Silver 1kg: ₹106,933 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

RTI ની અરજી બની રણમેદાન: પીઠવડી ગ્રામ પંચાયતમાં વિકાસ કામોની માહિતી માંગવા બાબતે સામસામે હુમલો અને મારામારી

RTI ની અરજી બની રણમેદાન: પીઠવડી ગ્રામ પંચાયતમાં વિકાસ કામોની માહિતી માંગવા બાબતે સામસામે હુમલો અને મારામારી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

લોકશાહીમાં સરકારી કામકાજની પારદર્શિતા અને નાગરિકોના હિત માટે બનાવવામાં આવેલો માહિતી અધિકાર (RTI) નો કાયદો ક્યારેક કેટલો સંવેદનશીલ બની શકે છે તેનું જીવંત ઉદાહરણ સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગ્રામ પંચાયતમાં જોવા મળ્યું છે.

લોકશાહીમાં સરકારી કામકાજની પારદર્શિતા અને નાગરિકોના હિત માટે બનાવવામાં આવેલો માહિતી અધિકાર (RTI) નો કાયદો ક્યારેક કેટલો સંવેદનશીલ બની શકે છે તેનું જીવંત ઉદાહરણ સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગ્રામ પંચાયતમાં જોવા મળ્યું છે. વિકાસ કામોની માહિતી માંગવાની બાબતમાં સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ગ્રામ પંચાયત કચેરી જાણે અખાડો બની ગઈ હોય તેમ સામસામે મારામારી અને બટકા ભરવા સુધીની ઘટના સામે આવી છે. આ લોહીયાળ સંઘર્ષને કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
​પ્રાપ્ત માહિતી અનુસાર, પીઠવડી ગામના રહેવાસી નીતિનભાઈ પરશોત્તમભાઈ નડિયાદરા દ્વારા ગામમાં ચાલી રહેલા વિકાસ કામો અને તેના વર્ક ઓર્ડર અંગેની માહિતી મેળવવા માટે RTI હેઠળ અરજી કરવામાં આવી હતી. આ નિર્ધારિત માહિતી મેળવવા માટે અરજદાર નીતિનભાઈ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી સમક્ષ પહોંચ્યા હતા.
​અરજદાર નીતિનભાઈના જણાવ્યા મુજબ, તેઓ તલાટી કમ મંત્રી સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની માહિતી મેળવી રહ્યા હતા તે દરમિયાન અચાનક આશરે ૮ જેટલા શખ્સો હાથમાં લોખંડના પાઇપ અને ધોકા લઈને પંચાયત કચેરીમાં ધસી આવ્યા હતા. આ હુમલાખોરોએ કચેરીના ટેબલ અને ખુરશીઓની તોડફોડ કરી હતી તેમજ નીતિનભાઈ પર જીવલેણ હુમલો કરી શરીરે ગંભીર બટકા ભરી ઈજાઓ પહોંચાડી હતી. આ ઘર્ષણમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા અરજદારને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
​આ સમગ્ર મામલે ગામના સરપંચ ભૌતિક સુહાગીયાએ સામે પક્ષે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, અરજદાર નીતિનભાઈ અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારી ગયા હોવાથી અવારનવાર સરકારી કામોમાં અડચણો ઊભી કરી ખલેલ પહોંચાડતા રહે છે.
​સરપંચના દાવા મુજબ, તલાટી મંત્રી દ્વારા RTI ના નિયમોનુસાર જવાબ લેખિતમાં રજિસ્ટર્ડ એડીથી મોકલી આપવામાં આવ્યો હતો અને અરજદારને બુધવારે રૂબરૂ આવીને દસ્તાવેજોની ચકાસણી કરવા માટે જણાવાયું હતું. આમ છતાં, અરજદારે નિયત દિવસની રાહ જોયા વગર સોમવારે જ બળજબરીપૂર્વક તાત્કાલિક માહિતી માંગવાનું શરૂ કર્યું હતું અને તલાટી મંત્રી સાથે ગેરવર્તણૂક કરી હતી. ત્યાં હાજર લોકો દ્વારા મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સામસામે ઝપાઝપી તથા ઘર્ષણ સર્જાયું હોવાનું સરપંચે જણાવ્યું છે.
​એક તરફ નાગરિકોને પારદર્શક વહીવટ મળે તે માટે RTI કાયદો મહત્વનું સાધન છે, પરંતુ પીઠવડી ગામમાં આ જ કાયદો બે જૂથો વચ્ચેના ઘર્ષણનું અને લોહીયાળ સંઘર્ષનું નિમિત્ત બન્યો છે. સરકારી કચેરીની અંદર થયેલી તોડફોડ અને કાયદો હાથમાં લઈને થયેલી મારામારીએ તંત્રની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ખડા કર્યા છે. હાલ આ મામલે બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ મથકે આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવવાની તજવીજ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)