Loading Date... Gold 24K: ₹90,192 | Silver 1kg: ₹106,413 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા

પાલિતાણામા અશ્વો અને ગદર્ભો માટે નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

પાલિતાણામા અશ્વો અને ગદર્ભો માટે નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ તથા પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, ભાવનગરના સહયોગથીભાવનગર જિલ્લાના પાલીતાણા તથા આસપાસના વિસ્તારના અશ્વપાલકોના હિતાર્થે વિશેષ નિઃશુલ્ક અશ્વ આરોગ્યનિદાન અને સારવાર કેમ્પનું આયોજન તા.

વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ તથા પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, ભાવનગરના સહયોગથી

ભાવનગર જિલ્લાના પાલીતાણા તથા આસપાસના વિસ્તારના અશ્વપાલકોના હિતાર્થે વિશેષ નિઃશુલ્ક અશ્વ આરોગ્ય

નિદાન અને સારવાર કેમ્પનું આયોજન તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૬, મંગળવારના રોજ સરવૈયા નગર, તળેટી,

પાલીતાણા, જિલ્લા ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારના તથા આર્થિક રીતે

નબળા અશ્વપાલકોને તેમના અશ્વો અને ગદર્ભો માટે નિઃશુલ્ક પશુચિકિત્સા સેવાઓ, રોગોનું નિદાન, જરૂરી સારવાર

તેમજ આધુનિક પશુ આરોગ્ય સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો હતો.

કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે

પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા તથા કિરીટસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત

મહાનુભાવોએ અશ્વપાલકોના હિતમાં હાથ ધરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.

કેમ્પ દરમિયાન અશ્વો તથા ગદર્ભોની આરોગ્ય તપાસ, વિવિધ રોગોનું નિદાન અને જરૂરી સારવાર, કૃમિનાશક દવાઓ

તથા રસીકરણ અંગે માર્ગદર્શન, લોહીની તપાસ સહિતની ઉપલબ્ધ નિદાન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ

ઉપરાંત ચામડીના રોગોનું નિદાન અને સારવાર, આંખોની તપાસ, ખરી તથા લંગડાપણાની સમસ્યાઓનું નિદાન,

ગર્ભાવસ્થા અને પ્રજનન સંબંધિત સમસ્યાઓનું મૂલ્યાંકન, ખોરક્નુ વ્યવસ્થાપન તેમજ નાની શસ્ત્રક્રિયાની જરૂરિયાત

અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પની સફળતામાં વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના વિવિધ વિભાગોના વડાઓ તથા તેમની ટીમનો

પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. આ કેમ્પમાં ડૉ. એ. એ. વાઘ, ડૉ. એસ. કે. ઝાલા, ડૉ. પી. એમ. ચૌહાણ, ડૉ. વી.

આર. નિમાવત, ડૉ. કે. કે. સોરઠિયા ડો. જે. આર. ડામોર અને ડૉ. ડી. વી. કાબરિયા સહિત વિવિધ વિભાગોના

નિષ્ણાતો તથા તેમની ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની નિષ્ણાત સેવાઓ અને ટેકનિકલ સહયોગ પૂરો પાડ્યો


હતો. પશુપાલન ખાતા તરફથી ડૉ. દેત્રોજા, ડૉ. તેજસ મહેતા, ડૉ. વી. પી. જાની અને ડૉ. એચ. એમ. કામળિયા

સહિતના પશુચિકિત્સકોએ કેમ્પમાં સક્રિય ભાગ લઈ અશ્વો અને ગદર્ભોની આરોગ્ય તપાસ, રોગોના નિદાન તથા

સારવારની કામગીરીમાં મૂલ્યવાન સેવાઓ આપી હતી.

આ કેમ્પમાં કુલ ૧૩૨ અશ્વો અને ૧૦૫ ગદર્ભો એમ કુલ ૨૩૭ પશુઓની વિવિધ રોગો અને આરોગ્યલક્ષી સમસ્યાઓ

માટે તપાસ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને ગામડાંના અને આર્થિક રીતે

નબળા અશ્વપાલકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. પશુઓની સારવાર માટે દૂરના સ્થળોએ જવાની

જરૂરિયાત ઘટે અને પશુપાલકોને તેમના વિસ્તારમાં જ નિષ્ણાત પશુચિકિત્સા સેવાઓ મળી રહે તે દિશામાં આ

આયોજન મહત્વપૂર્ણ બની રહ્યું હતું.

આ કેમ્પને વધુ અસરકારક અને સેવાલક્ષી બનાવવા માટે જૂનાગઢ સ્થિત અરિહમ ટ્રસ્ટ દ્વારા પણ મહત્વપૂર્ણ સહયોગ

આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા કેમ્પ માટે કેટલીક જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત

પશુઓના રોગોના વધુ સચોટ નિદાન અને મૂલ્યાંકન માટે પોર્ટેબલ એક્સ-રે (Portable X-ray) સુવિધા પણ પૂરી

પાડવામાં આવી હતી.

આ પ્રસંગે વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના ઇન્ચાર્જ પ્રિન્સિપાલશ્રી ડૉ. એમ. ડી. ઓડેદરા દ્વારા પણ

આ સેવાકીય પ્રવૃત્તિ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના

અને આર્થિક રીતે નબળા અશ્વપાલકોને નિષ્ણાત પશુચિકિત્સા સેવાઓ તેમના ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવી એ

યુનિવર્સિટીની સામાજિક જવાબદારીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આવા કેમ્પ દ્વારા અશ્વો અને ગદર્ભોના આરોગ્યની

જાળવણી, રોગોનું સમયસર નિદાન અને યોગ્ય સારવાર અંગે પશુપાલકોમાં જાગૃતિ લાવવામાં મદદ મળે છે. તેમણે

આ કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ મહાનુભાવો, સંસ્થાઓ અને પશુચિકિત્સા ટીમનો આભાર

વ્યક્ત કર્યો હતો.

આ પહેલ અંગે કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિશ્રી ડૉ. પી. એચ. ટાંક દ્વારા વિશેષ પ્રસન્નતા વ્યક્ત

કરવામાં આવી હતી. તેમણે પોતાના પ્રતિભાવમાં ગ્રામ્ય અને ગરીબ અશ્વપાલકોના કલ્યાણ માટે યુનિવર્સિટી દ્વારા

હાથ ધરવામાં આવેલી આવી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી તથા પશુપાલકોના આર્થિક અને સામાજિક

ઉત્થાન માટે પશુ આરોગ્ય સેવાઓને ગામડાંના સ્તર સુધી પહોંચાડવાના આવા પ્રયાસને બિરદાવ્યો હતો.

આ સમગ્ર કેમ્પનું આયોજન અને સંકલન આયોજન સચિવશ્રીઓ ડૉ. એસ. વી. માવદિયા અન ડૉ. વી. ડી. ડોડીયા

તેમજ સહ-આયોજન સચિવશ્રી ડો. એ.કે. બિલવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી,

જૂનાગઢના પશુચિકિત્સકો, નિષ્ણાતો તથા સહાયક કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સેવાઓ આપી કેમ્પને સફળ બનાવ્યો

હતો. પશુપાલન ખાતું, જિલ્લા પંચાયત, ભાવનગરનો પણ આ આયોજનમાં મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)