Loading Date... Gold 24K: ₹90,192 | Silver 1kg: ₹106,413 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવાળી પર્વ નિમિત્તે ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલના મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા નિર્મિત દીવડાઓની ખરીદી કરી દિવાળીના પર્વની અનોખી ઉજવણી કરી

નાયબ મુખ્યમંત્રી   હર્ષ સંઘવીએ દિવાળી પર્વ નિમિત્તે ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલના મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા નિર્મિત દીવડાઓની ખરીદી કરી દિવાળીના પર્વની અનોખી ઉજવણી કરી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દિવાળીના પાવન પર્વ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલ અમદાવાદના મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા પોતાની ખાસ કલા અને મહેનતથી તૈયાર કરવામાં આવેલા સુંદર દીવડાઓની ખરીદી કરી હતી.

દિવાળીના પાવન પર્વ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલ અમદાવાદના મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા પોતાની ખાસ કલા અને મહેનતથી તૈયાર કરવામાં આવેલા સુંદર દીવડાઓની ખરીદી કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ તેમની સાથે દીવા પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી પણ કરી હતી.


આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, તમારી કલા અને સર્જનાત્મકતા ખરેખર પ્રશંસનીય છે. તમે સૌએ હોસ્પિટલમાં રહીને જે પ્રેમ અને મહેનતથી આ દીવાઓ તૈયાર કર્યા છે, તે માત્ર માટીના દીવા નથી પરંતુ તેમની ખુશીઓ અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે.


નાયબ મુખ્યમંત્રીશ્રીએ દર્દીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમની આ કુશળતાને બિરદાવી હતી. હોસ્પિટલના દર્દીઓ પણ નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા પોતાના દ્વારા બનાવાયેલા દીવાઓ સ્વીકારવામાં આવતા આનંદિત અને ઉત્સાહિત નજરે પડ્યા હતા.


આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા, મેન્ટલ હોસ્પિટલના RMO શ્રી દિપ્તીબેન ભટ્ટ, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિડેન્ટ શ્રી વિભાબેન સવાલિયા, અન્ય તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા. 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)