Loading Date... Gold 24K: ₹90,192 | Silver 1kg: ₹106,413 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા

સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા

સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સતર્કતા જાગૃતિ સપ્તાહ ૨૦૨૬ અંતર્ગત ગુજરાત રાજ્ય સતર્કતા આયોગ અને ઉદ્યોગ કમિશનરેટ દ્વારા આજે ગાંધીનગર ખાતે સરકારી ખરીદીમાં અટકાયતી સતર્કતા વિષય પર એક રાજ્ય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

સતર્કતા જાગૃતિ સપ્તાહ ૨૦૨૬ અંતર્ગત ગુજરાત રાજ્ય સતર્કતા આયોગ અને ઉદ્યોગ કમિશનરેટ દ્વારા આજે ગાંધીનગર ખાતે "સરકારી ખરીદીમાં અટકાયતી સતર્કતા" વિષય પર એક રાજ્ય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સતર્કતા જાગૃતિ સપ્તાહ ૨૦૨૬ ની મુખ્ય થીમ "સમૃદ્ધિ માટે પ્રામાણિકતા" સાથે સુસંગત રહીને સરકારી ખરીદી પ્રક્રિયાઓમાં પારદર્શિતા લાવવાનો છે.


સરકારી કામકાજમાં દોષરહિત પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ બનાવવા માટે આ કાર્યશાળામાં વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, વિભાગીય વડાઓ, બોર્ડ-નિગમોના વડાઓ તેમજ ક્લાસ-૧ અને ક્લાસ-૨ ના ખરીદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ વર્કશોપમાં આધુનિક ખરીદી માળખા અંગે વ્યાપક માર્ગદર્શિકા પર ચર્ચા કરવામાં આવી છે. જેમાં ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) ચીજવસ્તુઓનો અસરકારક ઉપયોગ, ઈ-ટેન્ડરિંગ મર્યાદાઓનું ચુસ્ત પાલન, "મેક ઇન ઇન્ડિયા" અંતર્ગત સ્થાનિક કન્ટેન્ટની યોગ્ય ચકાસણી તેમજ જથ્થાના પ્રક્રિયાગત વિભાજન કે બિનસંબંધિત આઈટમ બંચિંગથી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.


ભૂતકાળની ભૂલો પર તપાસ કરવા કરતાં અટકાયતી સતર્કતા (Preventive Vigilance) પર ભાર મૂકતા, આ કાર્યશાળામાં GeM બહારની ચીજવસ્તુઓ માટે સુવ્યવસ્થિત NOC પ્રક્રિયાઓ, વિકેન્દ્રીત ખરીદી પ્રોટોકોલ અને વહીવટી વિલંબ તથા ઓડિટ વાંધાઓને દૂર કરવા માટે સેન્ટ્રલ સ્ટોર્સ પર્ચેસ ઓર્ગેનાઈઝેશન અને GeM પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી તકનીકી સહાયક પ્રણાલીઓ જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)