Loading Date... Gold 24K: ₹90,192 | Silver 1kg: ₹106,413 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા

ભાવનગર જિલ્લામાં જાહેર સુરક્ષાને ધ્યાને લઈ બેંકો સહિતનાં વિવિધ સ્થળોએ CCTV કેમેરા લગાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ

ભાવનગર જિલ્લામાં જાહેર સુરક્ષાને ધ્યાને લઈ બેંકો સહિતનાં વિવિધ સ્થળોએ CCTV કેમેરા લગાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર જિલ્લામાં જાહેર સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષાસુનિશ્ચિત કરવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.

ભાવનગર જિલ્લામાં જાહેર સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા

સુનિશ્ચિત કરવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ મળેલી સત્તાની રૂએ ભાવનગર જિલ્લાના

નિયત કરાયેલાં સ્થળોએ CCTV કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવાનું ફરજિયાત કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામા અનુસાર, જિલ્લાના તમામ બેંકો, ગેર બેન્કીંગ સંસ્થાઓ, આંગડિયા પેઢીઓ, જ્વેલરી શો-રૂમ, પેટ્રોલ પંપ,

ગેસ સ્ટેશનો, હોટલ, રિસોર્ટ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, ગરબા ક્લાસીસ, ધર્મશાળાઓ, શોપિંગ મોલ, કોમર્શિયલ

કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ, ખાનગી વેરહાઉસ અને ગોડાઉન ખાતે CCTV

કેમેરાનું ઇન્સટોલેશન ફરજીયાત કરવાનું રહેશે.

CCTV કેમેરા એવી રીતે ગોઠવવાના રહેશે કે જેથી પ્રવેશ અને બહાર નીકળવાના દ્વાર, રિસેપ્શન, લોબી, પાર્કિંગ

વિસ્તાર, બેઝમેન્ટ સહિત અંદરના અને બહારના તમામ મહત્ત્વના વિસ્તારો આવરી શકાય. જાહેર સ્થળોએ આવેલા

એકમોએ જાહેર જગ્યા તથા રસ્તાની બાજુનો વિસ્તાર પણ કેમેરામાં આવરી લેવાનો રહેશે. કોઈપણ સ્થળે દેખરેખ

વિનાનો વિસ્તાર (બ્લાઇન્ડ સ્પોટ) ન રહે તેની તકેદારી રાખવા તેમજ કેમેરાનું ફૂટેજ સારી ગુણવત્તા અને રિઝોલ્યુશન

ધરાવતું હોવું જરૂરી છે.

વધુમાં, તમામ CCTV કેમેરાનું ઓછામાં ઓછા ૧૫ દિવસનું બેકઅપ જાળવવાનું રહેશે. DVR સુરક્ષિત જગ્યાએ

રાખવાના રહેશે તથા કેમેરા ઇન્સ્ટોલ કરતી વખતે વ્યક્તિગત ગોપનીયતાનું ધ્યાન રાખવાનું રહેશે. પોલીસ દ્વારા

ફૂટેજની માંગણી કરવામાં આવે ત્યારે તે તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાનું રહેશે. CCTV ફૂટેજમાં ફેરફાર, સંપાદન કે

નાશ કરવો કાયદેસર ગુનો ગણાશે.

જાહેરનામામાં કેમેરા યોગ્ય એંગલ અને ઊંચાઈએ લગાવવા, ચોક્કસ તારીખ અને સમય અંગેનું સ્ટેમ્પિંગ દર્શાવતાં

રાખવા, કેમેરાનું ફાઉન્ડેશન મજબૂત હોવાની ખાતરી કરવા તેમજ શક્ય હોય ત્યાં નાઇટ વિઝન કેમેરાનો ઉપયોગ

કરવાની પણ સૂચના આપવામાં આવી છે.


આ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરો/ગામોના મકાનમાલિકોને લાગુ પડશે. આ

જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.

જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

જાહેરનામાના અમલ અને ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ

અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)