Loading Date... Gold 24K: ₹90,192 | Silver 1kg: ₹106,413 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા

પાલક માતા-પિતા યોજના અંતર્ગત પાત્ર અનાથ બાળકોને દર મહિને રૂ. ૩,૦૦૦ની આર્થિક સહાય

પાલક માતા-પિતા યોજના અંતર્ગત પાત્ર અનાથ બાળકોને દર મહિને રૂ. ૩,૦૦૦ની આર્થિક સહાય
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અનાથ અને માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના શિક્ષણ અને ઉછેરને આર્થિક આધાર પૂરો પાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાંપાલક માતા-પિતા યોજના અમલી બનાવવામાં આવી છે.આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ૦થી ૧૮ વર્ષની વય...

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અનાથ અને માતા-

પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના શિક્ષણ અને ઉછેરને આર્થિક આધાર પૂરો પાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં

‘પાલક માતા-પિતા યોજના’ અમલી બનાવવામાં આવી છે.

આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ૦થી ૧૮ વર્ષની વયજૂથના અભ્યાસ કરતા બાળકોને દર મહિને રૂ. ૩,૦૦૦ની

આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે ચૂકવવામાં આવે છે.

આ યોજનાનો લાભ એવા બાળકોને મળવાપાત્ર છે કે જેમનાં માતા-પિતા બંનેનું અવસાન થયું હોય અથવા પિતાનું

અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કર્યા હોય અથવા માતાનું અવસાન થયા બાદ પિતાએ પુનઃલગ્ન કર્યા હોય.

આવા બાળકો પોતાના માતા કે પિતા સાથે રહેતા ન હોય, પરંતુ દાદા-દાદી, નાના-નાની, કાકા-કાકી, માસા-માસી

અથવા અન્ય નજીકના સગાં-સંબંધીઓ જેવા પાલક વાલી સાથે રહેતા હોય અને અભ્યાસ કરતા હોય તો તેઓ આ

યોજનાનો લાભ મેળવી શકે છે.

અરજી ક્યાં કરવી?

યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક પાત્ર લાભાર્થીઓએ ઈ-સમાજ કલ્યાણના https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ

પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા બાળ સુરક્ષા

એકમ, ટી-૧૬, ત્રીજો માળ, બહુમાળી ભવન, એસ.ટી. સ્ટેન્ડ પાસે, ભાવનગર ખાતે અથવા ફોન નંબર ૦૨૭૮-

૨૪૨૨૦૭૨ પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ભાવનગર દ્વારા જણાવાયું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)