Loading Date... Gold 24K: ₹88,024 | Silver 1kg: ₹103,854 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડનગરની પવિત્ર ધરા પર વિશ્વશાંતિ મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા

ભાવનગરમાં ‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી સંપન્ન

ભાવનગરમાં ‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી સંપન્ન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલય અને સરકારી મહિલા પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪થી ૨૦ નવેમ્બરદરમિયાન રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી.

ભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલય અને સરકારી મહિલા પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪થી ૨૦ નવેમ્બર

દરમિયાન ‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી. સપ્તાહ દરમિયાન વાંચન સંસ્કૃતિના

પ્રચાર-પ્રસાર અને સાહિત્યિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ઉજવણીના ભાગરૂપે તા. ૧૪ નવેમ્બરના રોજ નવા પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું. જેનું ઉદ્ઘાટન મદદનીશ ગ્રંથાલય

નિયામક, ભાવનગર ડૉ. રવિ ડી. પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. તા. ૧૫ નવેમ્બરના રોજ પ્રજ્ઞાચક્ષુ વાચકો

માટે બ્રેઇલ લિપિનાં પુસ્તકોનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. જ્યારે તા. ૧૬ નવેમ્બરના રોજ વિક્ટોરિયા ગાર્ડન ગેટ

પાસે ગ્રંથાલય પ્રવૃત્તિ પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો.

તા. ૧૭ નવેમ્બરના રોજ સરકારી મહિલા પુસ્તકાલય ખાતે ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યુવતીઓએ ગુજરાતી

સાહિત્ય, પુસ્તકો અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નોત્તરીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તા. ૧૮ નવેમ્બરના રોજ

યોજાયેલા કવિ સંમેલનમાં કવિઓએ પોતાની કાવ્યરચનાઓ રજૂ કરી હતી. તા. ૧૯ નવેમ્બરના રોજ ગ્રામીણ

આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહભાગીઓએ પોતાની સર્જનાત્મક

પ્રતિભા રજૂ કરી હતી. બંને સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉજવણીના અંતિમ દિવસે તા. ૨૦ નવેમ્બરના રોજ ભાવનગરના ઐતિહાસિક વારસા પર આધારિત પુસ્તક પ્રદર્શન

યોજાયું હતું. જેમાં ભાવનગર રાજ્યની સ્થાપના, ઐતિહાસિક ઇમારતો અને સાંસ્કૃતિક વારસાને લગતાં મહત્ત્વપૂર્ણ

પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓ અને વાચકોએ પ્રદર્શન નિહાળ્યું હતું.

આમ, સપ્તાહ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમો દ્વારા વાંચન સંસ્કૃતિના વિકાસ, પુસ્તકપ્રેમ અને ગ્રંથાલય

પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસારનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૦૦૦

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)