Loading Date... Gold 24K: ₹88,024 | Silver 1kg: ₹103,854 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડનગરની પવિત્ર ધરા પર વિશ્વશાંતિ મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા

ભાવનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે તા. ૦૪ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન ‘સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬’ યોજાશે

ભાવનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે તા. ૦૪ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન ‘સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬’ યોજાશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલી રમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને તેમને રમતગમત ક્ષેત્રે પોતાનીક્ષમતા પ્રદર્શિત કરવા માટે યોગ્ય મંચ પૂરું પાડવાના હેતુથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓવિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સ્પે.

દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલી રમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને તેમને રમતગમત ક્ષેત્રે પોતાની

ક્ષમતા પ્રદર્શિત કરવા માટે યોગ્ય મંચ પૂરું પાડવાના હેતુથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ‘સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬’નું

આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભાવનગરના સંચાલન હેઠળ ભાવનગર

જિલ્લામાં તા. ૦૪ થી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાશે.

આ સ્પર્ધાઓ અંતર્ગત ડેફ દિવ્યાંગ ખેલાડીઓ (તમામ વયજૂથ) માટેની એથ્લેટિક્સ સ્પર્ધા તા. ૦૪

ડિસેમ્બરના રોજ સવારે ૮:૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સીદસર રોડ, ભાવનગર ખાતે યોજાશે.

શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) ખેલાડીઓ માટે એથ્લેટિક્સ સ્પર્ધા તા. ૦૫ ડિસેમ્બરના રોજ A/B ગૃપ અને તા. ૦૬

ડિસેમ્બરના રોજ C/D ગ્રુપ માટે સવારે ૮:૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સીદસર રોડ ખાતે યોજાશે. આ

ઉપરાંત, શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) ખેલાડીઓ માટેની સિટિંગ વોલીબોલ સ્પર્ધા તા. ૦૭ ડિસેમ્બરના રોજ

સવારે ૮:૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સીદસર રોડ ખાતે તથા ક્રિકેટ સ્પર્ધા તા. ૦૮ ડિસેમ્બરના રોજ સવારે

૮:૦૦ કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, મુ. શામપરા (સીદસર), ભાવનગર ખાતે યોજાશે.


M.R. માનશીક દિવ્યાંગ ખેલાડીઓ માટેની સ્પર્ધા લોવર એબિલિટી તા. ૦૭ અને ૦૮ ડિસેમ્બર હાયર

એબિલિટી સ્પર્ધા, ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સીદસર રોડ, ભાવનગર ખાતે

યોજાશે.

બ્લાઇન્ડ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટેની એથ્લેટિક્સ સ્પર્ધા તા.૦૯ ડિસેમ્બરના રોજ તથા બ્લાઇન્ડ ક્રિકેટ સ્પર્ધા

તા. ૧૦ ડિસેમ્બરના રોજ યોજાશે. આ બંને સ્પર્ધાઓમાં ૧૮ વર્ષથી નીચેના અને ૧૮ વર્ષથી ઉપરના

ખેલાડીઓ માટે અલગ વયજૂથ રહેશે.એથ્લેટિક્સ સ્પર્ધા સવારે ૮:૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સીદસર રોડ

ખાતે અને ક્રિકેટ સ્પર્ધા સવારે ૮:૦૦ કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, મુ.શામપરા (સીદસર), ભાવનગર

ખાતે યોજાશે. આ ઉપરાંત, બ્લાઇન્ડ ખેલાડીઓ માટેની ચેસ સ્પર્ધા તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ ૧૮

વર્ષથી નીચેના તથા ૧૮ વર્ષથી ઉપરના વયજૂથમાં અંધ શાળા ખાતે યોજાશે.

જિલ્લાના તમામ દિવ્યાંગ ખેલાડીઓ ભાઈઓ-બહેનોને સ્પર્ધાના કાર્યક્રમની નોંધ લઈ ઉત્સાહભેર ભાગ લેવા

તથા નિયત તારીખ અને સ્થળે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે. અનિવાર્ય કારણોસર સ્પર્ધાની

તારીખ કે સ્થળમાં ફેરફાર થાય તો કન્વીનરશ્રી અથવા જિલ્લા રમતગમત કચેરી, ભાવનગરનો સંપર્ક

કરવાનો રહેશે. અન્યથા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ જ સ્પર્ધાઓ યોજાશે તેમ જિલ્લા રમતગમત

અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)