Loading Date... Gold 24K: ₹90,192 | Silver 1kg: ₹106,413 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
દિવાળી અને નૂતન વર્ષના દિવસ વચ્ચે આવતા ધોકાને તિલાંજલિ આપો... વિજ્ઞાન જાથા દિવાળી પછીના દિવસને નૂતન વર્ષ અપનાવવા વિજ્ઞાન જાથાની અપીલ

દિવાળી અને નૂતન વર્ષના દિવસ વચ્ચે આવતા ધોકાને તિલાંજલિ આપો... વિજ્ઞાન જાથા દિવાળી પછીના દિવસને નૂતન વર્ષ અપનાવવા વિજ્ઞાન જાથાની અપીલ

દિવાળી અને નૂતન વર્ષના દિવસ વચ્ચે આવતા ધોકાને તિલાંજલિ આપો... વિજ્ઞાન જાથા દિવાળી પછીના દિવસને નૂતન વર્ષ અપનાવવા વિજ્ઞાન જાથાની અપીલ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ધોકાને દેશવટો આપવાની વર્તમાન સમયની માંગ... જયંત પંડયા.ભારતમાં તિથિઓની ગણતરી, દુનિયાભરમાં અમાન્ય, તિથિઓ તારીખ નથી.ધોકાના ખગોળ વિજ્ઞાનની સમજ આપતું નથી.ધોકાની કુપ્રથાને નાબુદ કરવા જ્ઞાતિઓનો સહયોગ માંગતું વિજ્ઞાન જાથા.પ્રાદેશિક કચેરી સાથે જાથાની રાજયભરની શાખાઓ તા.

ધોકાને દેશવટો આપવાની વર્તમાન સમયની માંગ... જયંત પંડયા.

ભારતમાં તિથિઓની ગણતરી, દુનિયાભરમાં અમાન્ય, તિથિઓ તારીખ નથી.

'ધોકા'ના ખગોળ વિજ્ઞાનની સમજ આપતું નથી.

ધોકાની કુપ્રથાને નાબુદ કરવા જ્ઞાતિઓનો સહયોગ માંગતું વિજ્ઞાન જાથા.

પ્રાદેશિક કચેરી સાથે જાથાની રાજયભરની શાખાઓ તા. ૯ મી એ નૂતન વર્ષ ઉજવશે.

અમદાવાદ : દિવાળી અને નૂતન વર્ષના દિવસ વચ્ચે આવતા 'ધોકા' નું ખગોળ વિજ્ઞાન ભારતમાં પ્રચલિત છે. તિથિઓને દુનિયાભરમાં લેશમાત્ર માન્યતા મળેલ નથી. તિથિઓ તારીખ નથી. દિવાળી પછીના દિવસને કાયમી નૂતન વર્ષ અપનાવી ઉજવવા ભારત જન વિજ્ઞાન જાથાએ દેશવાસીઓને અપીલ કરી છે. જાથાની કચેરીઓમાં તા. ૯મી એ નૂતન વર્ષ અપનાવી ઉજવવાનું નક્કી થયું છે. દેશભરના જ્ઞાતિ મંડળો સહયોગ આપે તો દિવાળી પછીના દિવસને નવા વર્ષ તરીકે મનાવવાનો અમલ કરવા જાથાએ આગ્રહ કર્યો છે.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં સદીઓ જુની ધોકાની કુપ્રથાને તિલાંજલિ આપી દિવાળી પછીના દિવસને નવા વર્ષ તરીકે ઉજવવો વર્તમાન સદીની માંગ છે. તિથિઓની ગણતરી મુજબ ભારતમાં દર ત્રણ વર્ષ અધિક માસ તરીકે ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં અધિક માસમાં ધાર્મિક કર્મકાંડ-ક્રિયાકાંડો, વ્રત–પૂજન શ્રદ્ધા પ્રમાણે મહિલાઓ વધુ ભાગીદાર બને છે. વ્રતનો ફાયદો કોને થાય છે તે પ્રશ્ન છે. અધિક માસ ભારત સિવાય અન્ય કોઈપણ દેશમાં માન્યતા પાત્ર નથી. તિથિઓને કારણે તહેવારોમાં વારંવાર અસમંજસ ઉભી થાય છે. એક પ્રકારનું ગતકડું જ કહી શકાય. તિથિઓ તારીખ નથી તે પણ લોકોએ સમજવું પડશે. દેશના લોકો બે-ત્રણ વર્ષમાં સર્વાનુમતે દિવાળીના પછીના દિવસને નૂતન વર્ષ ઉજવે તો ખોટું નથી. ધોકો એક પ્રકારની અંધશ્રદ્ધા છે. જ્ઞાતિમંડળોએ પોતાની રીતે ફેરફાર કરી અમલ કરવો જોઈએ. સૌને પોતાની રીતે ધોકો મનાવવો કે તિલાંજલિ આપવી તે નક્કી કરવું જોઈએ. જાથાએ પોતાનો વિચાર રજૂ કર્યો છે.

વધુમાં જયંત પંડયા જણાવે છે કે દિવાળી અને નૂતન વર્ષના દિવસ વચ્ચે આવતા 'ધોકા' નું ખગોળ વિજ્ઞાનની સમજ જાથા લોકો સમજ રજૂ કરે છે. તિથિઓ તારીખ નથી પરંતુ પૃથ્વી પરથી જોતા સૂર્ય અને ચંદ્ર વચ્ચેનો ખુણો છે. અમાસ સમયે આ ખૂણો '૦'અંશ હોય છે અને ત્યાર પછી વધતો જાય છે. આ ખૂણો '૦' થી '૧૨' અંશ થાય તે સમયગાળો સુદ એકમ, '૧૩' થી '૨૪' અંશ થાય તે સમયગાળો સુદ બીજ અને આજ રીતે વધતો વધતો '૧૮૦' અંશ પહોંચે એટલે પૂનમની તિથિ આકાર લે છે. હવે આ તિથિઓ સમયગાળો એક સરખો નથી કેમ કે કેપ્લરના નિયમ પ્રમાણે ચંદ્ર એકસરખી ગતિએ પૃથ્વી આસપાસ ફરતો નથી માટે તિથિનો સમયગાળો ૨૦ કલાકથી પોણા ૨૭ કલાક સુધી વધઘટ થયા કરે છે. ભારતીય કેલેન્ડરમાં દિવસ સૂર્યોદયથી સૂર્યોદયને ગણાય છે. તિથિઓ કોઈ દિવસમાં ગમે ત્યારે ચાલુ થાય અને પૂરી થાય તે રોજિંદા જીવનમાં વ્યવહારિક ન રહે માટે સૂર્યોદય સમયે જે તિથિ ચાલુ હોય તે તિથિ તે દિવસની ગણાય તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. જો કોઈ તિથિ બે સૂર્યોદય સમયે ચાલુ હોય તો તે બેવડાય છેઅને જો કોઈ તિથિ બે સૂર્યોદયની વચ્ચે પુરી થઈ જતી હોય અને એકેય સૂર્યોદય વખતે ચાલુ ન હોય તો તેનો ક્ષય થાય. ઘણીવાર સાતમ પછી સીધી નોમ થઈ જાય છે.

વધુમાં જયંત પંડયા જણાવે છે કે વર્ષ ૨૦૨૬ની દિવાળીની હકિકત સમજીએ તો અમાસ તા. ૮ મી નવેમ્બરના રોજ સવારે ૧૧ કલાક ને ૨૭ મિનિટે રાજકોટની સ્થિતિએ દિવાળી થઈ જાય છે અને તા. ૯ મી નવેમ્બરના રોજ બપોરે ૧૨ કલાક ને ૩૧ મિનિટે પુરી થાય છે. આ હકિકતમાં અમાસ તા. ૯મી નવેમ્બરનો સૂર્યોદય જોવે છે માટે તા. ૯મી તારીખે અમાસ થાય છે પરંતુ અહિંયા દિવાળી પર્વની વાત થાય છે તેમાં તેની લગતી લક્ષ્મી પૂજા અનુષ્ઠાન વગેરે સાંજના પ્રદોષ કાળમાં જ થઈ શકે અને અમાસની સાંજ માત્ર તા. ૮ મી નવેમ્બરે થાય છે. કેમ કે તા. ૯મી તારીખની સાંજે અમાસ પુરી થઈ જાય છે. આ કારણોસર દિપાવલીની ઉજવણી તા. ૮ મી ની સાંજે અમાસ હોય કરવી પડે છે. તા. ૯ મી ના સૂર્યોદય સમયે હજુ અમાસ ચાલુ હશે માટે તે દિવસ પ્રતિપદા કે એકમ ન થઈ શકે. તા. ૧૦મી એકમ બપોરે ૧ કલાક ને ૫૯ મિનિટે પુરી થાય છે. જેથી તે દિવસના સૂર્યોદય સમયે તે ચાલુ હોવાથી તા. ૧૦ વિધિવત એકમ ગણાય. આ પદ્ધતિનો સ્વીકાર ભારતમાં માત્ર હિન્દુ સમાજની માન્યતા છે. અન્ય સમાજ કે કોમને કશી જ લેવા દેવા નથી. તેઓ એકમ, બીજ વિગેરેને માનતા જ નથી. તેઓ તારીખને જ માન્યતા આપે છે તેની ગણતરી કરે છે. તિથિઓના કારણે જ વારંવાર અસમંજસ ઉભી થાય છે. ખગોળ વિજ્ઞાન દ્રષ્ટિએ આ બધી વસ્તુઓ ધ્યાનમાં લઈએ તો તા. ૯ મી નવેમ્બરનો દિવસ પડતર રહે જેને આપણે ધોકો કહીએ છીએ. ભારતનું શાસ્ત્રોનું ખગોળ વિજ્ઞાન વિશ્વ કક્ષાએ વૈજ્ઞાનિકોમાં માન્યતા જ નથી. આપણા સમાજ પૂરતું જ લાગુ પડે છે.

વિજ્ઞાન જાથાના વિચાર મુજબ ધોકો નથી અનિષ્ટનો દિવસ, ધોકો છે અંધશ્રદ્ધા પર વિજયનો દિવસ, ધોકાને તિલાંજલિ આપીએ તો ધોકાનો દિવસ જ્ઞાનનો દિવસ, નવી શરૂઆતનો દિવસ, પડતર દિવસ નહિ. પડતર માનસિકતા બદલવાનો દિવસ, અંધશ્રદ્ધા દૂર કરીને જ્ઞાનને આગળ વધારીએ, શ્રદ્ધાથી ઉજવણી કરીએ, અંધશ્રદ્ધાને દેશવટો આપીએ.

અંતમાં જાથા દેશવાસીઓ પાસે ધોકાને તિલાંજલિ આપી નવાંગતુક વિચારને પ્રાધાન્ય આપી દિવાળીની ઉજવણી પછીના દિવસને કાયમી નૂતન વર્ષ તરીકે મનાવવા આગ્રહભરી અપીલ છે. આ દિવાળીથી જ અમલ કરીશું તો પાંચ વર્ષમાં માળખું બદલાઈને નૂતન વર્ષની પ્રથા થઈ જશે તેમ જાથા માને છે. માનવું, ન માનવું તે લોકોના અધિકારમાં આવે છે. જાથાએ તો રાજય તેમજ દેશની શાખાઓમાં દિવાળીના બીજા દિવસે નૂતન વર્ષ ઉજવવાનું નક્કી કરેલ છે. લોકોનો સહયોગ જાથા ઈચ્છે છે.

વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)