Loading Date... Gold 24K: ₹90,397 | Silver 1kg: ₹106,654 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬'ની ઐતિહાસિક ઉજવણીને “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન”નું ગૌરવવંતુ સ્થાન: કેબિનેટ બેઠકમાં સર્ટિફિકેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરાયું

અમરેલી જિલ્લાના બાગાયત ખેડૂતોને નવી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધ

અમરેલી જિલ્લાના બાગાયત ખેડૂતોને નવી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી જિલ્લાના બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર વધારવા, રાઈઝોમેટિક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહન આપવા તથા ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા જેવી વિવિધ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર વધારવા, રાઈઝોમેટિક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહન આપવા તથા ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા જેવી વિવિધ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોને નવીન ‘આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦’ મારફતે તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે.

 

લાભ મેળવવા ઇચ્છુક બાગાયત ખેડૂતોએ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭થી નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરાવનાર તેમજ નવા નોંધણી કરાવનારા ખેડૂતોએ આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે. ત્યારબાદ જ તેઓ ઓનલાઈન અરજી કરી શકશે.

 

અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે રાખવાની રહેશે.

 

યોજનાની મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે જરૂરી સાધનિક પુરાવા સાથે અરજીની નકલ રજૂ કરવાની રહેશે.

 

વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલીનો  સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)