ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય, ભાવનગર મહાનગર ભાજપ કાર્યાલય તથા વલ્લભીપુર ખાતે પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી હતી. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
બેઠકો દરમિયાન આગામી તા. ૩૦ અને ૩૧ ઑક્ટોબરના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ગુજરાત પ્રવાસ અંતર્ગત ભારત બોવાઇન બ્રિડિંગ એન્ડ રિચર્સ સેન્ટર( BBBRC) ભીલડી, બનાસકાંઠાનુ લોકાર્પણ, પીએમ કિસાન ઉત્સવ દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોની પૂર્વતૈયારીઓ, સુચારુ વ્યવસ્થાપન તથા મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
વધુમાં, જિલ્લા વહીવટી તંત્ર સાથેની બેઠકમાં ભાવનગર જિલ્લાના વિવિધ લોકપ્રશ્નો, વિકાસલક્ષી કામગીરી અને વહીવટી આયોજનની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં હતાં. આગામી કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંગઠન અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન સાધી સમયબદ્ધ આયોજન હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
પ્રભારી જિલ્લા ભાવનગર ખાતે મંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં સંગઠન અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠકો યોજાઈ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય, ભાવનગર મહાનગર ભાજપ કાર્યાલય તથા વલ્લભીપુર ખાતે પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી હતી.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: