તરઘડી સ્મશાનના ખાટલે ચા બનાવી વડા આરોગી મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ
પંચાયત ચોકથી રાત્રિના ૮ કલાકે ભૂત-પ્રેતનું સરઘસ નીકળશે.
રાજયના ૧૧૧૩ નાના-મોટા નગરોના સ્મશાનમાં ૧ કલાક માટે ઉજવણી.
અંધવિશ્વાસને ફગાવી નવાંગતુક વિચારોને પ્રાધાન્ય આપવાનો કાર્યક્રમ.
પોતાના વિસ્તારમાં કુંડાળાની પ્રથાને નાબુદ કરી પાણી-અનાજનો બગાડ બંધ કરો.
મેલીવિદ્યા, આસુરી શક્તિ, દિવ્ય શક્તિને હંબક સાબિત કરતું વિજ્ઞાન જાથા.
જાથાના કાર્યક્રમમાં વિશેષ પોલીસ બંદોબસ્ત.
અમદાવાદ : દેશભરમાં તા. ૭ મી નવેમ્બર શનિવારે સ્મશાનમાં કાળીચૌદશની
શાનદાર ઉજવણી કરવામાં આવશે. ગામે-ગામે સ્મશાનમાં એક કલાકનો વિજ્ઞાનલક્ષી કાર્યક્રમ રાખી કાળીચૌદશની બોગસ, ખૌફનાક વાતોનું ખંડન કરવા મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ, કહેવાતું ભૂત-પ્રેતનું સરઘસ, સ્મશાનના ખાટલે ચા ની ચુશ્કી લગાડી ચાર ચોકમાં મુકેલા વડા–ભજીયા આરોગવામાં આવશે. કાળીચૌદશ અશુભ કે ભારે દિવસ નથી તેવું જાથા સાબિત કરશે. રાજયભરના ૧૧૧૩ નાના-મોટા નગરોના સ્મશાનમાં ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી શાખાઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકોની મદદથી ઉજવણી કરવામાં આવશે. લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ લાવવાના હેતુથી કાર્યક્રમો કરવામાં આવશે.
જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે રાજયભરમાં કાળીચૌદશની ઉજવણીમાં નબળા મનના લોકોમાં કાળીચૌદશની સદીઓ જુની માન્યતા–પરંપરા, કુરિવાજ, કુપ્રથા નાબુદ કરવાનો સંકલ્પ કરવામાં આવશે. જાથા છેલ્લા ૩૩ વર્ષથી અવિરત સ્મશાનમાં કાર્યક્રમો યોજે છે. આજ સુધી ૧ મિનિટ માટે અનહોનિ થઈ નથી. લોકોના મગજમાંથી ખોટા વિચારને તિલાંજલિ આપવાનો પ્રયાસ છે. સાધના-ઉપાસના નામે ભય-ડર દૂર કરવો સાથે ચાર ચોકમાં કુંડાળા કરી અનાજ-ખાદ્ય વસ્તુ ભજીયા-વડાની પ્રથા બંધ કરવા સમજ અપાશે. પાણી–અનાજનો બગાડ અટકે તેવી રીતે કાર્યક્રમો આપશે. પ્રત્યેક નાગરિકે સ્વતંત્ર નિર્ણય કરી અમલ કરવો. સદીઓથી કુંડાળાની પ્રથાથી માનવજાતને લાભ કરતા નુકશાની થઈ છે તેથી જાગવાની જરૂર છે. કાળીચૌદશના કર્મકાંડ-ક્રિયાકાંડોથી માનવજાતને અધોગતિ–બરબાદી મળી છે. વર્ષોના અનુભવ પછી તિલાંજલિ આપવી જોઈએ. જાથા લોકોમાં દ્રઢ મનોબળ કેળવવા સતત પ્રયાસ કરે છે. હજુ સુધી સફળતા મળી નથી. સહિયારો પ્રયાસ કરીએ.
વિશેષમાં પંડયા જણાવે છે કે રાજયભરમાં ૧૧૧૩ નાના-મોટા નગરોના સ્મશાનમાં નાગરિકની અનુકુળતા મુજબ વિજ્ઞાનલક્ષી કાર્યક્રમ યોજી કાળીચૌદશની ભયાનકતાની પોલખોલ કરવામાં આવશે. સ્મશાનના કાર્યક્રમમાં વિવેકાધિન ઉપયોગ કરી લાગણી ધ્યાનમાં રાખવી. જાથાનો મુખ્ય ઉદ્દેશ છે કે મેલીવિદ્યાથી પાપડ પણ ભાંગી ન શકે, તેનો ડર-ભય રાખવાની જરૂર નથી. ભૂત-પ્રેત, મામો, ખવીશ, ડાકણ–ચુડેલનું દુનિયામાં અસ્તિત્વ જ નથી. સદીઓથી લેભાગુઓ ખોટી વાત મુકી ભ્રમ ફેલાવે છે. માનસિક નબળા લોકોને વિવિધતાનો અનુભવ થાય તે વિજ્ઞાનની કસોટીમાં ખોટો સાબિત થાય છે. કાળીચૌદશે સંધ્યા સમયે પ્રેતાત્મા વિહાર કરતા હોય તે સંપુર્ણ બોગસ ઉભી કરેલી વાતો છે. કુંડાળામાં પગ મુકવાથી કશું જ થતું નથી. અનાજ–પાણીનો બગાડ અટકાવવો સૌની પ્રાથમિક ફરજ છે. સાધના-ઉપાસનાનાનામે ભારતમાં મોટું ડિંડક ચાલે છે. મેલીવિદ્યાની સ્મશાનમાં આપ-લે કરવી સાવ ખોટી વાત છે, તૂત છે. કાળીચૌદશે પશુ-પક્ષીની બલી ચડાવી એક પ્રકારની નિર્દોષ પશુની હત્યા છે. માનતાના નામે પશુ-પક્ષી બલી ચડાવવી ભારતીય કાનુનમાં અપરાધ છે. ભારતમાં અમુક ધાર્મિક સ્થાનમાં સામુહિક પશુબલી થાય છે તેમાં સરકાર સૂચક મૌન રહીને વિરોધથી ડરે છે તેથી કાયદાનો અમલ થતો નથી. માતાજી કદી પણ નિર્દોષની હત્યામાં રાજી ન હોય. ભારતમાં સ્મશાનમાં વિધિ-વિધાનના નામે લૂંટ કરવામાં આવે છે. ઈચ્છિત ફળની અપેક્ષા રાખનાર વ્યક્તિ લાલચમાં ફસાઈને બરબાદી નોતરે છે. દુનિયાભરમાં એક પણ ચમત્કારિક પેદા થયો નથી. પોતાનું ભવિષ્ય જોઈ ન શકનાર બીજાનું ભવિષ્ય કેવી રીતે જોઈ શકે ? ગ્રહો રાહુ-કેતુના ફળકથનો બોગસ છે.
જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે શનિવાર રાત્રિના ૮ કલાકે પંચાયત ઓફિસેથી ભૂત-પ્રેતનું સરઘસ, મશાલ સરઘસ, માથા ઉપર સગડી રાખી સાધનાનો પ્રપંચ, મેલીવિદ્યાની નનામીને મહિલાઓ કાંધ આપી સ્મશાનમાં અગ્નિદાહ અપાશે. મેલીવિદ્યાનો નાશ કરશે. ભૂત-પ્રેતના ૫હેરવેશમાં પોલખોલ, સ્મશાનના ખાટલે ચા-નાસ્તો, વડા આરોગશે. દિવાળી પર્વની જેમ ઉજવણી કરાશે. ચમત્કારોથી ચેતોનો અભુતપૂર્વ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. ઉપસ્થિત લોકોને ભાગીદાર બનાવી કાર્યક્રમને રોચક બનાવાશે.
આ કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પંચાયતના મનસુખભાઈ હરિભાઈ ભંડેરી, ખોડાભાઈ બુસા, વિજયભાઈ બુસા, રમેશભાઈ બુસા, નરશીભાઈ બુસા, ભા.જ.૫. ના નિલેશભાઈ ડોડિયા, છગનભાઈ વાંસજાળીયા, શૈલેષભાઈ ગજેરા, અનેક અગ્રણીઓ સાથે તરઘડી ગામના સંજયભાઈ મોલીયા, સરપંચ હિરેનભાઈ મોલીયા, પૂર્વ સરપંચ ઘેલાભાઈ વિસાભાઈ ઝાપડા, મગનભાઈ ઝાલાવડીયા, જયસુખભાઈ દાફડા, જયભાઈ વાઘેલા અને ગામના શિક્ષણકાર રમેશભાઈ સહિત અનેક કાર્યકરો અને આગેવાનો હાજર રહેવાના છે.
આંતરરાષ્ટ્રીય કલાકાર ઉમેશ રાવ, ડી.જે. માસ્ટર તુષાર રાવ ચમત્કારિક પ્રયોગ નિદર્શન સાથે વૈજ્ઞાનિક સમજ આપી હાસ્ય રસના દરબારમાં લઈ જશે, જાદુની કલા શીખવશે. જામનગર જિલ્લાના વાગડીયા ગામના ભાનુબેન શેઠીયા માથા ઉપર સળગતી સગડી રાખી ધૂણીને પોલખોલ કરશે. લોકોને કેવી રીતે છેતરે છે તેનો અભિનય કરશે.
જાથાના કલાકાર ઉમેશ રાવ, વિનોદ વામજા, દાનાભાઈ ભરવાડ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, રમેશ પરમાર, રાજુ યાદવ, રોમિત રાજદેવ, નિર્ભય જોશી, નાથાભાઈ પીપળીયા, સાહિલ રાજદેવ, તુષાર રાવ, હર્ષાબેન પંડ્યા વકીલ, પ્રફુલ્લાબેન રાવ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન શેઠીયા, ભાવનાબેન વાઘેલા ભાગ લેવાના છે.
કાળીચૌદશ તા. ૭ મી નવેમ્બર શનિવાર રાત્રે તરઘડી ગામના સ્મશાનમાં હાજરી આપવા લોકોને અનુરોધ કરવામાં આવે છે.
દેશભરમાં શનિવારે કાળીચૌદશની શાનદાર ઉજવણી થશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
તરઘડી સ્મશાનના ખાટલે ચા બનાવી વડા આરોગી મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહપંચાયત ચોકથી રાત્રિના ૮ કલાકે ભૂત-પ્રેતનું સરઘસ નીકળશે.રાજયના ૧૧૧૩ નાના-મોટા નગરોના સ્મશાનમાં ૧ કલાક માટે ઉજવણી.અંધવિશ્વાસને ફગાવી નવાંગતુક વિચારોને પ્રાધાન્ય આપવાનો કાર્યક્રમ.પોતાના વિસ્તારમાં કુંડાળાની પ્...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: