તા. ૦૨/૧૦/૨૦૨૬ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત 'ભારત રિન્યુએબલ એનર્જી સમિટ અને એક્સ્પો-૨૦૨૬' (BRE Summit) માં અમરેલી, વડિયા-કુંકાવાવ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ઊર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ હાજરી આપી હતી. આ વૈશ્વિક સમિટમાં ગુજરાત રાજ્યએ 'પાર્ટનર સ્ટેટ' તરીકે સહભાગિતા નોંધાવી છે. યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 128.60 GW નવીનીકરણીય ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમિટ દરમિયાન મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ભારત સરકારના MNRE મંત્રાલય દ્વારા આયોજિત ઉચ્ચસ્તરીય કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં તેમણે અગ્રણી વૈશ્વિક રોકાણકારો સાથે સંવાદ સાધ્યો હતો અને ગુજરાતની સાનુકૂળ નીતિઓ તેમજ સોલાર, વિન્ડ, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજ ક્ષેત્રે રહેલી રોકાણની વિશાળ તકો પ્રદર્શિત કરી હતી. તદુપરાંત, શ્રી કૌશિકભાઇ વેકરિયાએ એક્સ્પો ખાતે ગુજરાત સરકારના વિશેષ પ્રદર્શની સ્ટોલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબ અને માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી સાહેબના નેતૃત્વમાં ગુજરાતને ભારતના અગ્રણી નવીનીકરણીય ઊર્જા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
નવી દિલ્હી ખાતે ભારત રિન્યુએબલ એનર્જી સમિટ-૨૦૨૬માં ગુજરાત રાજ્યના ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ભાગ લીધો.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
તા. ૦૨/૧૦/૨૦૨૬ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ભારત રિન્યુએબલ એનર્જી સમિટ અને એક્સ્પો-૨૦૨૬ (BRE Summit) માં અમરેલી, વડિયા-કુંકાવાવ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ઊર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ હાજરી આપી હતી.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: