Loading Date... Gold 24K: ₹89,710 | Silver 1kg: ₹105,844 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ગરીબોને ધરમાં દિવાળીનો દીપક પ્રજ્વલિત કરીએ : કસવાલા

રાજયના ૧૧૧૩ નગરોના સ્મશાનમાં કાળીચૌદશની ઉજવણી કરવામાં આવી

રાજયના ૧૧૧૩ નગરોના સ્મશાનમાં કાળીચૌદશની ઉજવણી કરવામાં આવી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સોશ્યલ મિડીયામાં આવતી અંધશ્રદ્ધાથી સાવધાન... વિજ્ઞાન જાથાપડધરીના તરઘડી સ્મશનમાં ૩૪ મા વર્ષનો રાજયકક્ષાનો કાર્યક્રમ સફળતાથી સંપન્ન.અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત....

સોશ્યલ મિડીયામાં આવતી અંધશ્રદ્ધાથી સાવધાન... વિજ્ઞાન જાથા

પડધરીના તરઘડી સ્મશનમાં ૩૪ મા વર્ષનો રાજયકક્ષાનો કાર્યક્રમ સફળતાથી સંપન્ન.

અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત.... જયંત પંડયા.

ભૂત-પ્રેત-મશાલ સરઘસે લોકોમાં આકર્ષણ જમાવ્યું.

સ્મશાનના ખાટલે ચા, વડા, નાસ્તો આરોગી કરરવામાં આવી ઉજવણી.

સમગ્ર ગ્રામજનોએ ચાર ચોકમાં કુંડાળા કરવાની પ્રથાને આપી તિલાંજલિ.

રાજયના ઉજવણીના સ્મશાનમાં એકપણ તાંત્રિક, ઉપાસક, સાધનાવાળા ફરકયા નહિ.

રાજયમાં વિજ્ઞાન જાથાની ઉજવણી ઝુંબેશને જબરદસ્ત સફળતા.

પડધરી પોલીસ સ્ટેશનમાં પો.ઈન્સ. સહિત પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા.

અમદાવાદ : ભારતભરમાં કાળીચૌદશની સદીઓ જુની પરંપરા, માન્યતા, કુપ્રથા,

કુરિવાજોને દફનાવા સ્મશાનમાં યોજવામાં આવેલા કાર્યક્રમોને જબરદસ્ત સફળતા મળી હતી. ૩૪ મા વર્ષે રાજયના ૧૧૧૩ નાના-મોટા નગરોના સ્મશાનમાં ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ મેલીવિદ્યાનો નાશ, ભૂત-પ્રેતનું સરઘસ, સ્મશાનના ખાટલે વડા-ભજીયા, ચા ની ચુશ્કી સાથે નાસ્તો યોજી ખંડન કરી ઉજવણી કરવામાં આવી હતી. સ્મશાનમાં ઉજવણી કાર્યક્રમમાં એકપણ ચમત્કારિક, તાંત્રિક, માંત્રિક, સાધક–ઉપાસક સાધના કરવાવાળા ફરકયા ન હતા. સ્મશાનમાં સિધ્ધિઓ, સાધનાની જાથાએ પોલખોલ કરી હતી. પડધરી પોલીસ સ્ટેશને અભૂતપૂર્વ બંદોબસ્ત જાળવ્યો હતો.

મશાલ મેલીવિદ્યાની નનામી સાથે ભૂત-પ્રેતના સરઘસમાં તાલુકા પંચાયતના પ્રમુખ મનસુખભાઈ ભંડેરી સરપંચ, હિરેન મોલીયા, પૂર્વ સરપંચ ઘેલાભાઈ ઝાપડા, રમેશભાઈ હાપલીયા, મનસુખભાઈ રંગાણી, ન્યાય સમિતિના ચેરમેન, સહિત અનેક આગેવાનોએ હાજરી આપી અંધશ્રદ્ધાને દેશવટો આપવા નિર્ધાર કર્યો હતો. સ્મશાનના ખાટલે ચા, વડા, ભજીયા, નાસ્તો આરોગ્યો હતો.

ગામના આગેવાન સંજયભાઈ મોલીયાએ અંધશ્રદ્ધાથી માનવજાતને નુકશાન થાય છે તેથી તેને તિલાંજલિ આપવા સહિયારો પ્રયત્ન કરવો જોઈએ તેથી ગામ આખું જાથાની ઝુંબેશમાં જોડાયું હતું.

જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ૩૪ માં વર્ષે રાજયના ૧૧૧૩ નાના-મોટા નગરોમાં કાળીચૌદશની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સ્મશાનમાં લોકોએ સ્વયંભૂ હાજરી આપી. ઉજવણીના સ્મશાનમાં એકપણ સાધક–ઉપાસકે આવવાની હિંમત કરી ન હતી. મેલીવિદ્યાથી પાપડ પણ ભાંગી શકે નહિ તેનો ભય ડર કાઢીનાખવા સાથે લેભાગુઓથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી હતી. જાથાના કાર્યક્રમોમાં લોકો પરિવાર સાથે જોડાઈને વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણના દર્શન કરવામાં આવ્યા હતા. કર્મકાંડ–ક્રિયાકાંડોથી માનવીને અધોગતિ મળી છે તેમાં જાગૃત થઈ દેશવટો આપવાની જરૂર છે. મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ, સ્મશાનના ખાટલે ભજીયા-વડા આરોગવા સાથે નાસ્તો કરી મેલીવિદ્યાને પાટુ મારવા, મશાલ સરઘસે જબરૂ આકર્ષણ જમાવ્યું હતું. રાજયના અમુક સ્મશાનમાં રોશની કરી દિવાળીની ઉજવણી કરી હતી. લોકો અંધશ્રદ્ધા, કર્મકાંડ-ક્રિયાકાંડોથી થાકી ગયા છે. કકડાટના વડા ચાર ચોકમાં મુકવાની કુપ્રથાને સામુહિક તિલાંજલિ આપવામાં આવી હતી. વિજ્ઞાનથી માનવજાતને ફાયદો થયો છે. માનવીનું ૨૧ મી સદીને અનુરૂ૫ વ્યવહાર—વર્તન હોવું જોઈએ. સદીઓથી કકડાટ કાઢવાની પ્રથા કરવા છતાં કકડાટ દેશ–સમાજ, ઘરમાંથી નાબુદ થયો નથી તો અનુભવે છોડી-તિલાંજલિ આપવી જોઈએ. વિશ્વમાં ચમત્કારિકોએ એકપણ માનવ કલ્યાણકારી પ્રવૃતિ કરી નથી. લોકોનું શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરવામાં આવ્યું છે. હવે સામુહિક જાગવાની જરૂર છે.

વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે વિજ્ઞાને અનેક રહસ્યો ખોલી માનવજાતને જ્ઞાન વિજ્ઞાનની સિધ્ધિઓ આપી છે. ચંદ્ર-મંગળ ઉપર માનવી વસવાટની તૈયારી કરી છે ત્યારે હાથના આંગળામાં નંગની વીંટીઓ દરિદ્ર માનસિકતાની નિશાની છે. ગ્રહો કે ગ્રહો માનવજાતની જીવન શૈલીને અસરકર્તા નથી તે વિજ્ઞાન સિધ્ધ છે. પિતૃ-સુરાપુરા, મૃત્યુ પામેલા કદી જ નડતા નથી. જીવતા માનવી, નજીકના મિત્રો, સગા-સંબંધી નડે છે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. સમાજમાં પ્રવર્તતી નિવારણ વિધિઓ તૂત છે, નબળા મનના લોકો અનુસરીને પાયમાલી નોતરે છે. દ્રઢ મનોબળવાળા માનવીને કશું જ વિધિવિધાન કે ક્રિયાકાંડો કરવા પડતા નથી. જે માને છે તેને વિધિઓ કરવી પડે છે તેને નડતર થાય છે તેથી લોકોએ જાગવાની જરૂર છે. માનવીને વાસ્તવવાદી, રાષ્ટ્રવાદી, પુરૂષાર્થવાદી બનવું જોઈએ. જાથાની વિચારધારામાં મોટો વર્ગ માને છે તેથી લેભાગુઓના વિરોધનું સુરસુરીયું થઈ જાય છે. સરકારી તંત્ર જાથાની પ્રવૃતિમાં હંમેશા ટેકો આપે છે. છેલ્લા ૩૫ વર્ષમાં જાથા સામે વિરોધ કરવાવાળા ભોં ભેગા થયા છે. જાથા અવિરત કામગીરી કરે છે તેમાં લોકોનો વિશ્વાસ, નિષ્ઠાના દર્શન થાય છે. રાજયના નગરોના સ્મશાનમાં સંક્ષિપ્ત કાર્યક્રમ લોકોએ યોજી સફળતા મેળવી હતી.

જાથાના પંડયા જણાવે છે કે અમુક હિન્દુ સંગઠનો, સનાતનના નામે વિરોધ કરનારા ધાર્મિક આશ્રમોમાં બનતી પાપલીલાઓ, ધર્મને નુકશાન કરનારા ઠેકેદારો, મંદિરોમાં દાન પેટીમાંથી ચોરી, અનેક પાપાચાર ઘટનામાં મૌન રહે છે, કદી વિરોધ કરતા નથી. જયારે પોતાના લાભ–પબ્લીસીટી માટે જાહેરમાં આવી માત્ર આક્ષેપો કરતા હોય છે તેને ઓળખવાનો સમય આવી ગયો છે. જાથા હંમેશા નાત-જાત-કોમમાં તટસ્થ રહી પ્રવૃતિ કરે છે. હિન્દુ-મુસ્લિમના નામે વાતો કરનારાને પછડાટ મળે છે. લોકો આવા લેભાગુઓથી સાવધાન રહેવા અપીલ કરી હતી.રાજયના જિલ્લા-તાલુકા, ગ્રામ્ય કક્ષાએ આયોજનો થયા તેમાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, બનાસકાંઠા, વાવ-થરાદ, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, મોરબી, ભુજ કચ્છ, હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ગામો, તાલુકા મથકો, જામનગર, દેવભૂમિ દ્વારકા, ખંભાળીયા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગિર સોમનાથ, વેરાવળ, સુરેન્દ્રનગર, લીંબડી, છોટા ઉદેપુર, આહવા, ડાંગ, તાપી, માણસા, રાજપીપળા, ગોધરા, લુણાવાડા, મહીસાગર, વ્યારા, દાહોદ, મીઠાપુર, ધરમપુર, ઉપલેટા સહિત અનેક વિસ્તારોમાં જાગૃતોએ સ્મશાનનો ભય-ડર દૂર કરવા સ્મશાનમાં કાર્યક્રમો યોજી સફળતા મેળવી હતી.

મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવે મશાલ સરઘસ, ચમત્કારિક પ્રયોગો શીખવ્યા હતા અને માથા ઉપર સગડી રાખી ભાનુબેન શેઠીયાએ આબેહુબ નિદર્શન કર્યું હતું. જાથાના દિનેશ હુંબલ, નિર્ભય જોશી, નાથાભાઈ પીપળીયા, રાજુભાઈ યાદવ, વિનોદ વામજા, નિર્મળ મેત્રા, અજયભાઈ શાહ, આકાશ પંડયા, જિલ પરમાર, ભક્તિબેન રાજગોર, હર્ષાબેન પંડયા, હિનાબેન પંડયા, પ્રફુલ્લાબેન રાવ, ભાનુબેન શેઠીયા સહિત કાર્યકરોએ ભાગ લઈ સફળતા અપાવી હતી.

અંતમાં ૩૪ મા વર્ષે કાળીચૌદશની ઉજવણીનું રંગેચંગે સમાપન થયું હતું. એકપણ સ્મશાનમાં એક મિનિટ માટે અનહોનિ કે વિક્ષેપ થયો ન હતો. લોકોએ સ્વયં જાગૃત થઈ ધતિંગની દુકાનોથી દૂર રહેવું જોઈએ.

આગામી ડિસેમ્બર-જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રાજયમાં ચમત્કારોથી ચેતોનો જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ સંસ્થાના નિયમો જાણી મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

ફોટો તસ્વીર ઃ જાથાના રાજય કક્ષાના કાર્યક્રમમાં ભૂત-પ્રેતનું સરઘસ, મશાલ સરઘસ, સ્મશાનના ખાટલે મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ, નાસ્તો સહિતના કાર્યક્રમમાં જોડાયેલા જાગૃતો નજરે પડે છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)