સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના નાગરિકોની સુરક્ષા અને આગ જેવી આકસ્મિક દુર્ઘટનાઓમાં ઝડપી રાહત કામગીરી સુનિશ્ચિત કરવાના હેતુથી સાવરકુંડલા શહેરને દિવાળી ભેટ રૂપે રૂ. ૮.૬૩ કરોડના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશનની સુવિધા મળવા જઈ રહી છે. સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના પ્રયાસોથી આ ફાયર સ્ટેશનનું નિર્માણ સાવરકુંડલાની ખાંભા ચોકડી ખાતે કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક સુવિધાઓથી સજ્જ સબ-મોડલ ફાયર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ફાયર વિભાગના કર્મચારીઓની સુવિધા અને કામગીરીને ધ્યાનમાં રાખીને ત્રણ માળનું સ્ટાફ ક્વાર્ટર બનાવવામાં આવશે. આ ઉપરાંત ફાયર ફાઇટિંગ વાહનોની જાળવણી અને કામગીરી માટે આધુનિક ગેરેજ તથા સર્વિસ સ્ટેશનની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.
ખાસ કરીને ફાયર સ્ટેશનમાં ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આગ જેવી આપત્તિના સમયે પાણીની વ્યવસ્થા અને આગ નિયંત્રણની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે. સાથે જ પરિસરમાં ગાર્ડન ડેવલપમેન્ટ સહિતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.
આધુનિક ફાયર સ્ટેશનનું નિર્માણ પૂર્ણ થયા બાદ સાવરકુંડલા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં આગની દુર્ઘટનાઓ અને અન્ય આપત્તિના સમયે ફાયર વિભાગની કામગીરીને વધુ સુવિધાજનક બનાવવામાં મદદ મળશે. નાગરિકોની જાનમાલની સુરક્ષા, સમયસર બચાવ કામગીરી અને કટોકટીના સમયે ઝડપી પ્રતિસાદ માટે આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધા બની રહેશે.
આમ, સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારને રૂ. ૮.૬૩ કરોડના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશનની સુવિધા મળવાની જાહેરાત દિવાળીના અવસરે વિસ્તાર માટે એક મહત્ત્વપૂર્ણ વિકાસલક્ષી ભેટ બની રહેશે
ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના પ્રયાસોથી ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ થશે; સબ-મોડલ ફાયર સ્ટેશન, ત્રણ માળનું સ્ટાફ ક્વાર્ટર, ગેરેજ, સર્વિસ સ્ટેશન, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ અને ગાર્ડન સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના નાગરિકોની સુરક્ષા અને આગ જેવી આકસ્મિક દુર્ઘટનાઓમાં ઝડપી રાહત કામગીરી સુનિશ્ચિત કરવાના હેતુથી સાવરકુંડલા શહેરને દિવાળી ભેટ રૂપે રૂ.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: