ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ ગામે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ પોતાના શ્રેષ્ઠ શિક્ષણ માટે તો સમગ્ર પંથકમાં વિખ્યાત છે પરંતુ સાથે સાથે બાળકોના ઘડતર અને સંસ્કાર માટે પણ સુપ્રસિધ્ધ છે.
ભારત સરકાર ના " સ્વચ્છ ભારત " અભિયાન અંતર્ગત દિવાળી પર્વ પહેલા શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ દ્વારા હબુકવડ ગામની સફાઈ કરીને ગામલોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો . આ સ્વચ્છતા કાર્યક્રમમાં ગામના જાહેર રસ્તાઓ , મંદિરો , બસ સ્ટેશન , પાણીના પરબ જેવા ગામના મહત્વના અને ઉપયોગી સ્થળોની સફાઈ કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામલોકો સ્વચ્છતાનું મહત્વ સમજે અને પોતાના જીવનમાં સ્વચ્છતાની બાબતને આત્મસાત કરે તેવો હતો.
આ સ્વચ્છતા કાર્યક્રમમાં શાળાના બાળકો ખૂબ ઉત્સાહ અને નિષ્ઠાપૂર્વક જોડાયા હતા. શાળાના સંચાલકોએ તથા શિક્ષકોએ સફાઈ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.