Loading Date... Gold 24K: ₹90,113 | Silver 1kg: ₹106,319 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્યમાં આગામી તા. ૧૧ થી ૧૮ નવેમ્બર દરમિયાન "જનજાતીય ગૌરવ સપ્તાહ"નું આયોજન

ચાલુ વર્ષે પ્રવર્તમાન આબોહવાને ધ્યાને રાખી રવિ પાકનું સમયસર આયોજન કરવા અને ખેડૂતો માટે ખાસ કૃષિ એડવાઈઝરી જાહેર કરવામાં આવી

ચાલુ વર્ષે પ્રવર્તમાન આબોહવાને ધ્યાને રાખી રવિ પાકનું સમયસર આયોજન કરવા અને ખેડૂતો માટે ખાસ કૃષિ એડવાઈઝરી જાહેર કરવામાં આવી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન અલ નીનોની અસરના કારણે ચોમાસાના વરસાદમાં અનિયમિતતા અને જળાશયોમાં પૂરતા પાણીની ખેંચ જોવા મળી છે.

ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન ‘અલ નીનો’ની અસરના કારણે ચોમાસાના વરસાદમાં અનિયમિતતા અને જળાશયોમાં પૂરતા પાણીની ખેંચ જોવા મળી છે. આ બદલાતી આબોહવા અને પિયત પાણીની અછતની સ્થિતિમાં ખેડૂતોને પોતાના ખેતરમાં ઉપલબ્ધ પિયતના સ્ત્રોત મુજબ રવિ પાકોનું યોગ્ય આયોજન અને વાવેતર કરવા માટે ખાસ સલાહ આપવામાં આવી છે.

 

ખેડૂતો માટે જાહેર કરાયેલી ખાસ સાવચેતીઓમાં જણાવ્યા અનુસાર, ખરીફ પાકની લણણી બાદ રવિ પાકોના વાવેતર માટે સમયસર જમીન તૈયાર કરવી, જેથી જમીનમાં રહેલા ભેજનો મહત્તમ લાભ લઈ શકાય. વાવણી પહેલાં બિયારણને ભલામણ કરેલ ફૂગનાશક તેમજ કીટનાશક દવાઓનો પટ આપવો અને રાઈઝોબિયમ કે PSB જેવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ ઉપરાંત વાવણી વખતે બીજનો દર ૧૫ થી ૨૦ ટકા વધારવો અને બે હાર વચ્ચેનું અંતર ઘટાડવું, જેથી એકમ દીઠ છોડની સંખ્યા જાળવી શકાય. હવામાન વિભાગની આગાહી અને કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ મુજબ જ વાવણી અને પિયતનું આયોજન કરવું, તેમજ ખુલ્લા ધોરિયાથી પિયત આપવાના બદલે ટપક પદ્ધતિ અપનાવવી જેથી ૩૫% થી ૫૦% સુધી પાણીની બચત થઈ શકે. વધુમાં, જમીનમાં ભેજ જાળવી રાખવા માટે પાકના અવશેષોનું મલ્ચિંગ કરવું, પિયત બાદ વરાપ થયે હળવી આંતરખેડ કરવી તેમજ જમીનની ભેજધારણ ક્ષમતા વધારવા માટે સેન્દ્રિય ખાતરોનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

 

આ યાદીમાં રવિ ઋતુના મુખ્ય પાકો અને તેની ભલામણ કરેલી સુધારેલી જાતોની વિગતો પણ દર્શાવવામાં આવી છે. જેમાં ચણા માટે ગુજરાત ચણા ૧, ૨, ૫, ૭, ૮, ૧૪૧૪ અને ગુજરાત ચણા ૬ (બિનપિયત) અને જુનાગઢ ચણા-૩, ૬; રાયડો માટે ગુજરાત રાયડો-૭, ૮ અને જી.ડી.એમ-૪; જીરું માટે ગુજરાત જીરું-૪; ધાણા માટે ગુજરાત ધાણા-૪; વાલ/પાપડી માટે જી.એન.આઈ.બી.-૨૧ અને ગુ.વાલ-૨; તથા ચોળા માટે ગુ. શાકભાજી ચોળી ૯ નું વાવેતર કરવા જણાવાયું છે. જ્યારે ઘાસચારાના પાકોમાં રજકો માટે આણંદ-૨, ઓટ માટે કેન્ટ (Kent), જુવાર માટે જી.એફ.એસ.-૫, ૬, ૭, સી.એસ.વી.-૨૧ એફ અને ૪૬ એફ તેમજ મકાઈ માટે ગુજરાત આણંદ પીળી મકાઈ સંકર-૩, આફ્રિકન ટોલ અને આણંદ ટોલની પસંદગી કરવા ભલામણ છે. આ ઉપરાંત અન્ય પાકો જેવા કે સુવા માટે જી.એડી.-૧, જી.ડી.-૩; મગ માટે સીઓ ૪; અડદ માટે જી.યુ.-૨, ૩, ૪; અજમો માટે ગુજરાત અજમો ૨, ૩ અને રાજગરો માટે જી.એ.-૫, ૬ જાતોનું આયોજન કરવા સૂચવ્યું છે.

 

ખેડૂતોએ વધુ માહિતી કે સંપર્ક માટે પોતાના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા/જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યદીમાં જણાવવામાં આવ્યુ છે

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)