Loading Date... Gold 24K: ₹90,113 | Silver 1kg: ₹106,319 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
આદિજાતી વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનલક્ષી બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનલક્ષી બેઠક યોજાઈ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેઅગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.અત્રે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના અધ્યક્ષ સ્થાને તેમજ સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણનીઉપસ્થિતિ યોજાયેલ બેઠકમાં પ્રદેશ ભાજપ સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્...

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે


અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


અત્રે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના અધ્યક્ષ સ્થાને તેમજ સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણની

ઉપસ્થિતિ યોજાયેલ બેઠકમાં પ્રદેશ ભાજપ સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીજીએ રાષ્ટ્રીય સમસ્યાઓ, દેશનાં

વિવિધ પ્રાંતોની પરિસ્થિતિ, સરહદી સુરક્ષા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની "મન કી બાત", "લોકતંત્ર બચાવો, રાજકતા

હટાવો" વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતાં જુઠાણા, મીડિયા તથા સોશિયલ મીડિયા ઉપયોગ, ચૂંટણી તંત્ર, સંગઠન

સંરચના, સંગઠનલક્ષી બેઠકો અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. શ્રી કાનાણીએ સૌ કાર્યકરોને પ્રકાશ પર્વ દિવાળીની

શુભકામના પાઠવતાં આગામી તારીખ 22 નવેમ્બરનાં રોજ વિધાનસભા વાઈઝ યોજાનાર સ્નેહમિલન વિશે જાણકારી

આપી હતી. નિયમિત શિસ્તનાં આગ્રહી પ્રભારી અભયભાઈએ અપેક્ષિત શ્રેણીનાં આગેવાનોની ઉપસ્થિતની નોંધ લઈ

પાર્ટીનાં અનુશાસનનું ચૂસ્તપણે પાલન કરવા કડક સૂચના આપી હતી.

આ બેઠકમાં ધારીનાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, લાઠીનાં ધારાસભ્ય જનક તળાવિયા, મહામંત્રીઓ મયુર

માંજરિયા, રાજુ ભુતૈયા, ચેતન શિયાળ સહિત જિલ્લા ભાજપનાં હોદ્દેદારો, મોરચાનાં પ્રમુખ-મહામંત્રીઓ, મંડળનાં

પ્રમુખ-મહામંત્રી-પ્રભારીઓ તેમજ કાર્યક્રમોનાં ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યાં હતાં તેમ મીડિયા કન્વીનર વિપુલ ભટ્ટીએ

જણાવ્યું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)