Loading Date... Gold 24K: ₹90,113 | Silver 1kg: ₹106,319 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
આદિજાતી વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

જિલ્લા સેવા સદન અમરેલી ખાતે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા સેવા સદન અમરેલી ખાતે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી  કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તથા જિલ્લા કલ...

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ બેઠકમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તથા જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલા રોડ-રસ્તા, નેશનલ હાઈવે અને રેલ્વે પ્રોજેક્ટ્સ સહિતની વિવિધ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી અને પ્રજાને પડતી મુશ્કેલીઓનો સત્વરે નિકાલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

 

આ બેઠકમાં અમરેલી જિલ્લામાં રેલવે પ્રોજેક્ટ અને તેને સંલગ્ન વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને અમરેલીથી શેડુભાર વચ્ચેના તમામ અંડરપાસના પ્રશ્નો, અમરેલી શહેરમાં રેલવે લાઇન નજીક આવેલી સોસાયટીઓમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીની સમસ્યા તેમજ લીલીયા રોડ પર થતા દબાણોના પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી કરવા ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, અમરેલી રેલવે સ્ટેશન નજીક આવેલા શ્રી પરશુરામ મંદિર પાસે ડ્રેનેજ સિસ્ટમને લગતી સમસ્યાઓ અને તેના કાયમી ઉકેલ માટે સંબંધિત વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

 

રેલવે પ્રોજેક્ટ્સની સાથે જિલ્લાના માર્ગ પરિવહનને વધુ સુદ્રઢ બનાવવા માટે નેશનલ હાઈવેને લગતા વિવિધ કામોની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગાવડકાથી રાધેશ્યામ ચોકડી સુધીના રોડની વર્તમાન સ્થિતિ અને તેની કામગીરી, અમરેલી થી લાઠી રોડ સુધીના માર્ગની પ્રગતિ તેમજ અમરેલી બાયપાસ રોડ પ્રોજેક્ટની કામગીરી મુદ્દે અધિકારીઓ સાથે વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ તમામ પ્રોજેક્ટ્સની પ્રગતિનો ચિતાર મેળવીને નેશનલ હાઈવે અને રેલવે લગત તમામ કામગીરી સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.

 

આ સમીક્ષા બેઠકમાં અમરેલીના સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને હોદ્દેદારો ઉપરાંત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ડોડિયા, પ્રાંત અધિકારી શ્રી જાડેજા, અમરેલી મામલતદાર શ્રી દવે, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર શ્રી ધોલાવાલા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના અધિકારીશ્રીઓ, નેશનલ હાઈ-વે ઓથોરિટી રાજકોટ અને ભાવનગરના વિભાગીય અધિકારીશ્રીઓ તેમજ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)