સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના વયોવૃદ્ધ ભાઈઓ અને બહેનો માટે 'સીનિયર સીટીઝન સ્પર્ધા'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સીનિયર સીટીઝનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓ આ વિભાગની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાઈ રહે તેવા ઉમદા હેતુથી અમલમાં મૂકાયેલી આ યોજના અંતર્ગત એથ્લેટીક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસાખેંચ અને ટેનિસબોલ ક્રિકેટ જેવી વિવિધ રમતગમતોનું આયોજન કરવામાં આવનાર છે.
અમરેલી જિલ્લામાં ઉપરોક્ત તમામ ૭ રમતોનું આયોજન જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા જિલ્લાના સીનિયર સીટીઝન ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતેથી સ્પર્ધાના નિયત ફોર્મ મેળવી લેવાના રહેશે. આ ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરીને તાજેતરમાં ૧૫/૧૧/૨૦૨૬ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગૌશાળા દવાખાનાની બાજુમાં, ચિતલ રોડ, અમરેલી ખાતે રૂબરૂ આવીને જમા કરાવવાના રહેશે.
આ રમતગમત કાર્યક્રમની ચોક્કસ તારીખ અને સ્થળની જાણ ભાગ લેનાર ખેલાડીઓની એન્ટ્રીના આધારે નક્કી કરીને પછીથી કરવામાં આવશે. આ સ્પર્ધા અંગે ફોર્મ મેળવવા અથવા અન્ય કોઈ વધુ વિગત કે માહિતી મેળવવા માટે કચેરીના ટેલિફોન નંબર ૦૨૭૯૨-૨૯૯૦૬૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી, અમરેલી દ્વારા એક જણાવવામાં આવ્યું છે.