Loading Date... Gold 24K: ₹90,397 | Silver 1kg: ₹106,654 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
દિવાળીના તહેવારમાં ગેસ KYCના નામે સામાન્ય જનતાને હેરાન કરવાનું બંધ કરો : નિકુંજ સાવલિયા

દિવાળીના તહેવારમાં ગેસ KYCના નામે સામાન્ય જનતાને હેરાન કરવાનું બંધ કરો : નિકુંજ સાવલિયા

દિવાળીના તહેવારમાં ગેસ KYCના નામે સામાન્ય જનતાને હેરાન કરવાનું બંધ કરો : નિકુંજ સાવલિયા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગેસ KYC અને નામ ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ તથા સંપૂર્ણ ઓનલાઇન કરવાની સરકાર સમક્ષ માંગણીઅમરેલી : દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ઘરેલુ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે KYC ફરજિયાત બનાવવાની અને KYC વગર બુકિંગ બંધ થવાની વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને 95...

ગેસ KYC અને નામ ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ તથા સંપૂર્ણ ઓનલાઇન કરવાની સરકાર સમક્ષ માંગણી

અમરેલી : દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ઘરેલુ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે KYC ફરજિયાત બનાવવાની અને KYC વગર બુકિંગ બંધ થવાની વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને 95 અમરેલી વિધાનસભા પ્રભારી નિકુંજ સાવલિયાએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીશ્રી તેમજ સંબંધિત વિભાગોને ઇ-મેઇલ મારફતે લેખિત રજૂઆત કરી છે.

નિકુંજ સાવલિયાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે દિવાળી હિન્દુ અને સનાતન સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર છે. આવા પવિત્ર તહેવારના સમયે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને ખુશીથી તહેવાર ઉજવવા દેવાને બદલે ગેસ KYCના નામે સરકારી પ્રક્રિયાઓમાં અટવાઈ રહેવું પડે તે દુઃખદ બાબત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકો પોતાના ઘરકામ, ખેતીકામ, વ્યવસાય અને મજૂરી કરવાને બદલે ગેસ એજન્સીઓના ધક્કા ખાવા અને જરૂરી કાગળિયાં તૈયાર કરવામાં સમય પસાર કરી રહ્યા છે. ગેસ કનેક્શનના વારસાગત નામ ટ્રાન્સફર અને KYCની પ્રક્રિયા પણ જટિલ હોવાના કારણે સામાન્ય નાગરિકોને અંદાજે ₹2,000થી ₹2,500 સુધીનો ખર્ચ થતો હોવાની ફરિયાદો મળી રહી છે, જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વધારાનો આર્થિક બોજ છે.

સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ :

1. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા એક મહિના સુધી KYC વગર પણ ગેસ બુકિંગની જૂની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવે.
2. ગેસ કનેક્શનની KYC પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન અને સરળ બનાવવામાં આવે.
3. વારસાગત ગેસ કનેક્શનના નામ ટ્રાન્સફરની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવે.
4. નામ, સરનામું, મોબાઇલ નંબર સહિતના જરૂરી સુધારા ગ્રાહકો જાતે ઓનલાઇન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
5. બિનજરૂરી કાગળિયાં અને વધારાના ખર્ચમાંથી સામાન્ય નાગરિકોને મુક્તિ આપવામાં આવે.
6. ગેસ એજન્સીઓ અને ગ્રાહકો વચ્ચે થતા બિનજરૂરી ઘર્ષણને અટકાવી સમય અને નાણાંનો બચાવ થાય તેવી ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવે.

નિકુંજ સાવલિયાએ અંતમાં જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં જીવનજરૂરિયાતની વસ્તુ એવા ઘરેલુ ગેસ માટે નાગરિકોને વારંવાર એજન્સીઓના ધક્કા ખાવા પડે તે યોગ્ય નથી. સરકારનું કામ જનતાની મુશ્કેલીઓ વધારવાનું નહીં, પરંતુ તેનું નિરાકરણ લાવવાનું છે. આથી સરકાર તાત્કાલિક હકારાત્મક નિર્ણય લઈ સામાન્ય અને ગરીબ પરિવારોને રાહત આપે તેવી માંગણી કરવામાં આવી છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)