વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૮મી જૂનથી ૨૧મી જૂન,૨૦૨૬ દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમો અન્વયે આજરોજ જિલ્લા પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પ્રગતિપથ’ યાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસકાર્યો, સ્થળો અને જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આ તકે સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય સર્વ શ્રી જનકભાઈ તળાવીયા, શ્રી જે.વી. કાકડીયા, શ્રી મહેશભાઈ કસવાલા પ્રગતિપથ યાત્રામાં જોડાયા હતા.
આ પ્રગતિપથ યાત્રા હેઠળ લાઠી સ્થિત કવિ શ્રી કલાપી મ્યુઝિયમ અને ભવાની ગાર્ડન, જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ-લાલાવદર, અમરેલી સ્થિત રાજમહેલ પેલેસ અને ઐતિહાસિક ટાવર રીસ્ટોરેશન પ્રોજેક્ટ, આધુનિક આંતરમાળખાકીય સુવિધા ધરાવતું માર્કેટિંગ યાર્ડ, અમરેલી, સુવિકસિત અટલ સરોવર-સાવરકુંડલા અને પ્રવાસન સ્થળ આંબરડી સફારી પાર્ક-ધારી ખાતે મહાનુભાવોએ મુલાકાત કરીને વિકસિત સુવિધાઓ અને પ્રગતિલક્ષી વિકાસકામોની સમીક્ષા કરી હતી.
આ યાત્રા દરમિયાન છેલ્લા ૧૨ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, માળખાગત સુવિધાઓના વિકાસ અને જિલ્લામાં સાકાર થયેલ મહત્વપૂર્ણ વિકાસકાર્યો અંગે માહિતી મેળવવામાં આવી હતી. આ સાથે વિકાસના લાભો છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરવામાં આવી હતી.
પ્રગતિપથ યાત્રાની સાથે અમરેલી સ્થિત સિનિયર સિટીઝન પાર્ક ખાતે કેન્દ્ર સરકારની છેલ્લા ૧૨ વર્ષની સિદ્ધિઓની ત્રણ દિવસીય પ્રદર્શનીનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકો આ પ્રદર્શનીનમાં મુલાકાત કરીને સરકારની કાર્યપદ્ધતિ અને જનકલ્યાણની સફળતા વિષયક માહિતી મેળવી શકે છે.
“વિકાસની યાત્રા, પ્રગતિપથ યાત્રા”માં જિલ્લા પંચાયત હોદ્દેદારોશ્રીઓ, તાલુકા પંચાયત હોદ્દેદારોશ્રીઓ, રાજસ્વી મહાનુભાવો, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા, પ્રાંત અધિકારીશ્રી નાકિયા, લાઠી પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ, જિલ્લા આંકડા અધિકારી શ્રી ડી.એ.ગોહિલ સહિત અધિકારીશ્રીઓ, નાગરિકો યાત્રામાં જોડાયા હતા.















Recent Comments