લાઠી તાલુકા ના આદર્શ ગામ દુધાળા ની પ્રાથમિક શાળા માં ગોવિદભાઈ ધોળકિયા પરિજન રાહુલભાઈ ધોળકિયા ની દુરંદેશી એ કોમલબેન રાકેશભાઈ ધોળકિયા અને ક્રિષ્નાબેન ઈશ્વરભાઈ ધોળકિયા ના વરદહસ્તે ઈનોગ્રેશન માદરે વતન માં વિદ્યાર્થી ઓને સ્લેટ થી લઈ નેટ સુધી સુશિક્ષિત કરવા ૫૧ જેટલા ટેબલેટ અને શાળા માં ઇશિક્ષણ માટે અતિ અદ્યતન ટેક્નોસેવી કોમ્પ્યુટર સિસ્ટમ ના ચાર સેટ નું લોકાર્પણ કરાયું હતું માદરે વતન દુધાળા ની ઉત્તમોત્તમ સુવિધા માટે ઉદાર સખાવત કરતા ગોવિદભાઈ ધોળકિયા પરિજનો એ આજે દુધાળા પ્રાથમિક શાળા માં વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થી ઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અતિ સુવિધા યુક્ત ઇશિક્ષણ માટે ૫૧ જેટલા ટેબલેટ અને કોમ્યુટર સિસ્ટમ સુવિધા થી દુધાળા પ્રાથમિક શાળા ને સુસજ્જ કરવા રૂબરૂ પધાર્યા હતા અને પ્રાથમિક શાળા ને વૈશ્વિક ફલક ઉપર ચાલતા સાંપ્રત શિક્ષણ થી અતિ આધુનિક આવિષ્કારો સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરતા કેળવણી પ્રેમી ઓમાં ખુશી વ્યાપી હતી આ સરાહનીય સેવા ને બિરદાવતા અનેક કેળવણી પ્રેમી ઓએ ધોળકિયા પરિજનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો
રાહુલભાઈ ધોળકિયા દ્વારા દૂધાળા પ્રાથમિક શાળા ઇનોગ્રેશન સ્લેટ થી નેટ થી સુધી વિદ્યાભિયાસ નો પ્રારંભ


















Recent Comments