અમરેલી

શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ સાવરકુંડલાનું ઝળહળતું પરિણામ: દીકરીઓએ શિક્ષણના આકાશમાં લગાવી ઊંચી ઉડાન

​મહેનત તણી સુગંધથી આખુંય                     આ ઉપવન ખીલ્યું,

દીકરીઓએ આ શિખર                   

સફળતાનું સ્મિત સાથે ઝીલ્યું.

​કલમ પકડીને જેણે આ                             આસમાની રંગ ચીતર્યા,

એસ.વી. દોશીના આંગણે                            આજે પ્રગતિના દીપ ઝળહળ્યા.

–” પાંધી સર”

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલે આ વર્ષે પણ પોતાની શૈક્ષણિક પરંપરા જાળવી રાખતા ધોરણ ૯ અને ૧૧નું ઉત્કૃષ્ટ પરિણામ જાહેર કર્યું છે. આચાર્યાશ્રી ઉષાબેન બી. તેરૈયાના કુશળ નેતૃત્વ અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ શાળાનું નામ રોશન કર્યું છે.

​પરિણામની વિગતો:

શાળાના ધોરણ 9 (A થી E) ના પાંચ વર્ગમાં બગડા કાજલબેન, સાંડસૂર પૃષ્ટિ, ચાવડા કીર્તિ, નિમાવત દેવાંગી અને ખાચર રિદ્ધિમાંએ પોતપોતાના વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેમાં સમગ્ર ધોરણ ૯ માં ખાચર રિદ્ધિમાં અનિરુદ્ધભાઈએ ૭૦૦ માંથી ૬૬૩ ગુણ મેળવી મેદાન માર્યું છે.

​જ્યારે ધોરણ – ૧૧ માં પરમાર ઈશા, બારૈયા પાયલ, બોરીસાગર ઇશિકા અને લલિયા અક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. જેમાં લલિયા અક્ષા હુસેનભાઇએ ૭૦૦ માંથી  ૬૪૨ ગુણ સાથે સમગ્ર ધોરણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

શાળા પરિવાર દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્યાશ્રીએ જણાવ્યું હતું કે, દીકરીઓનો સર્વાંગી વિકાસ એ જ શાળાનું મુખ્ય લક્ષ્ય છે.

શાળાની સફળતાના પગલે નવા વર્ષ માટે ધોરણ ૯ માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વાલીઓમાં પણ પોતાની દીકરીઓને આ પ્રતિષ્ઠિત શાળામાં પ્રવેશ અપાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Related Posts