ભાવનગર

દેવળીયા ધાર ખાતેના ગુરુ દત્તાત્રેય આશ્રમ દ્વારા દસ હજાર શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું 

જૂનાગઢ થાણાપતિ મહંત પૂ  લહેરગીરીબાપુ દ્વારા શાળાના બાળકોને ખુશ કરવા આવ્યા

કુંઢેલી તા.2

તળાજા પાલીતાણા માર્ગ પર દેવળીયા ધાર ખાતે આવેલા શ્રી ગુરુ દત્તાત્રેય આશ્રમ તેમજ ગૌધામ કોટિયાના સંત જુનાગઢ થાણાપતી મહંતશ્રી લહેરગીરીબાપુ ગુરુશ્રી મોહનગીરીબાપુ દ્વારા 10000 ઉપરાંત શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. 

આજુબાજુના ગામોની શાળાના બાળકોને આ શૈક્ષણિક કીટ વિતરણનો લાભ મળ્યો હતો.

આ વિસ્તારમાં ગુરુદત્તાત્રેય આશ્રમ દ્વારા શૈક્ષણિક તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે.

Related Posts