સુરત ના સુદામા બેંકવેટ હોલ મા સૌરાષ્ટ્ર પ્રસિદ્ધ ધર્મસ્થાનક પરબધામ થી જંગમી તીર્થંકર સમાં પરબધામના મહંત પુજ્ય કરસનદાસબાપુ પધાર્યા ત્યારે સુરત નિવાસી હજારો પરબ સેવક ગણનો વિશાળ ઉપસ્થિતિ માં સમૂહ કાર્યક્રમ યોજાયો હતો પરમ પૂજ્ય શ્રી કરશનદાસ બાપુએ સત્ય સનાતન ધર્મ શિક્ષણ જાગૃતિ તેમજ વ્યસન મુક્તિ તથા રાષ્ટ્રભાવના દેશહિતની ચર્ચાઓ કરી હતી અંતે વાસ્તવિક વર્તમાન પરિસ્થિતિ વિશે પણ લોકોને વાકેફ કર્યા હતા અને ધર્મને માટે સત્સંગ ભજન તેમજ પરબનો મૂળ ઇતિહાસ ને સમજાવ્યો હતો .સૌ સેવક સમુદાયને મહંત શ્રી દ્વારા સૌને એક બની રાષ્ટ્રહીત ના કાર્યમા જોડાવા અપિલ કરી હતી પૂજ્ય કરશનદાસ બાપુ ના આગમન થી સમગ્ર સેવક સમુદાય એ અદમ્ય ઉત્સાહ દર્શન પૂજન નો લાભ મેળવ્યો હતો
સુરત સામાજિક મેળાવડા માટે અગ્રેસર સુદામા બેંકવેટ હોલ ખાતે પરબ જગ્યા ના જંગમી તીર્થંકર કરશનદાસબાપુ ની પધરામણી
















Recent Comments