ગઈકાલે ધારીના આંબરડી સફારી પાર્કના ટીકીટ બુકીંગ કરતા ક્લાર્કનો કોવીડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવતા પાર્ક આગામી ત્રણ ચાર દિવસ સુધી બંધ રહેશે.
આ અંગે વધુ માહિતી આપતા ધારી વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અંશુમન શર્માએ જણાવ્યું હતું કે ગઈકાલે સફારી પાર્કના ટીકીટ બુકીંગ કરતા ક્લાર્કનો કોવીડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવતા સફારી પાર્ક આગામી ત્રણ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ક ખાતેની કચેરીના અન્ય કર્મીઓ પણ કોરોનાગ્રસ્ત કર્મીના સંપર્કમાં આવ્યા હોવાથી આજે આખા દિવસ દરમિયાન તમામ લોકોના RTPCR ટેસ્ટ માટેના સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને આ ટેસ્ટના રિઝલ્ટ આવ્યા બાદ અન્ય નિર્ણય લેવામાં આવશે.














Recent Comments