અમરેલી

અમરેલીમાં કોંગ્રેસપક્ષ દ્વારા રામમંદિર નિર્માણ અર્થે નિધિ એકત્ર કરવાનું શરૂ

શહેર કોંગીપ્રમુખ લલિત ઠુંમરનાં નેતૃત્‍વમાં અમરેલીમાં કોંગ્રેસપક્ષ દ્વારા રામમંદિર નિર્માણ અર્થે નિધિ એકત્ર કરવાનું શરૂ અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ ઠુંમરની આગેવાનીમાં આજે અયોઘ્‍યા ખાતે નિર્માણ પામી રહેલ ભવ્‍ય રામજી મંદિર માટે થઈ ફાળો એકત્રીત કરવાનો કાર્યક્રમ અત્રેના રામજી મંદિર ખાતેથી શરૂ કરવામાં આવ્‍યો હતો. આજે પ્રથમ દિવસે ફાળો એકત્રીત કરવાના સમયે સૌ પ્રથમ હાર્દિકભાઈ સેંજલીયા તરફથી રૂા. ર1,000, શહેર કોંગી પ્રમુખ લલિતભાઈ ઠુંમર દ્વારા રૂા. 11,111 તથા ફૈઝલભાઈ ચૌહાણ રૂા. ર1ર1, જીતુભાઈ ગોળવાળા ર100, ઓમ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ દ્વારા રૂા. ર100, જે.પી. સોજીત્રા તરફથી રૂા. 1100, સંદિપ ધાનાણી તરફથી રૂા. 1100, પતાંજલ કાબરીયા, રાજનભાઈ જોષી, જયશ્રીબેન ડાબસરા તરફથી પણ રૂા. 1100નો ચેક અર્પણ કરવામાં આવેલ હતો. આ એકત્રીત થયેલ તમામ રકમનો ચેક કોંગી આગેવાનો સાથે અત્રે વિહીપના ઉપાઘ્‍યક્ષ હસમુખભાઈ દુધાતને પહોંચાડવામાં આવ્‍યા હતા. આમ સૌ કોઈના આરાઘ્‍ય દેવ ભગવાન રામજી મંદિરના નિર્માણ માટે કોંગ્રેસ દ્વારા ફાળો એકત્રીત કરવામાં આવ્‍યો હતો.

Follow Me:

Related Posts