સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો RTI અંતર્ગત થયો છે. શહેરના જાગૃત નાગરિક પ્રિયંક પાંધી દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં પાલિકાના વહીવટની ગંભીર બેદરકારી સામે આવી છે. નગરપાલિકાએ સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી ૨૦૧૦ વૃક્ષો ટ્રી ગાર્ડ સાથે રોપવા પાછળ રૂા. ૨૪,૭૦,૧૪૬/- નો ખર્ચ કર્યો હતો.: આટલા મોટા ખર્ચ પછી વર્તમાનમાં કેટલા વૃક્ષો જીવતા છે, શહેરમાંથી કેટલા વૃક્ષો કાપવામાં આવ્યા કે મોંઘા ટ્રી ગાર્ડ ક્યાં ગયા, તેનો કોઈ જ સત્તાવાર રેકોર્ડ નગરપાલિકા પાસે નથી.
નિયમ મુજબ કાપેલા વૃક્ષોના બદલામાં બમણા વૃક્ષો ક્યાં રોપાયા તેની કોઈ વિગત કે લોકેશન તંત્રના ચોપડે ઉપલબ્ધ નથી.
”સરકારી ચોપડે લાખો રૂપિયા ઉધારીને માત્ર કાગળ પર જ જંગલો ઊભા કરાયા હોય તેવું લાગે છે. પ્રજાના ટેક્સના નાણાંનો હિસાબ ન હોવાથી આ બાબતે ઉચ્ચ સ્તરે તપાસ થવી જરૂરી છે.”
— પ્રિયંક પાંધી (અરજદાર)
નગરપાલિકાના આ ઉડાઉ અને શંકાસ્પદ જવાબોને પગલે આ અભિયાનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. આ સમગ્ર મામલે અરજદાર દ્વારા ભાવનગર પ્રાદેશિક કમિશનર સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરવામાં આવી છે.


















Recent Comments